Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 17:22 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 17:22 · ગુજરાતી બાઇબલ

પછી પાઉલ અરિયોપગસની કારોબારી સભા સમક્ષ ઊભો રહ્યો. પાઉલે કહ્યું, Ї’આથેન્સના માણસો, હું જોઈ શકું છું કે તમે બધી વાતોમાં ઘણા ધર્મચુસ્ત છો.ІІ

Cross references

ચર્મિયા 10:2

તે કહે છે, “બીજી પ્રજાઓને રસ્તે જશો નહિ, તેઓ કુંડળી તૈયાર કરે છે તથા ગ્રહોની સ્થિતિને આધારે પોતાનું ભવિષ્ય જુએ છે. તેઓ ભવિષ્યકથન કરે તેથી ડરશો નહિ. કારણ કે તે સર્વ કેવળ જૂઠાણું છે.

ચર્મિયા 50:38

તેનાં જળાશયો સુકાઇ જશે, શા માટે? કારણ કે સમગ્ર દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને લોકો તે મૂર્તિઓ પ્રત્યેના પ્રેમમાં પાગલ થઇ ગયા છે.

પ્રેરિતોનાં ક્રત્યો 17:16

પાઉલ આથેન્સમાં સિલાસ અને તિમોથીની રાહ જોતો હતો. પાઉલનો આત્મા ઉકળી ઊઠ્યો કારણ કે તેણે જોયું કે શહેર મૂર્તિઓથી ભરેલું છે.

પ્રેરિતોનાં ક્રત્યો 19:35

પછી શહેરના નગરશેઠે લોકોને શાંત કર્યા અને કહ્યું, ‘એફેસસના માણસો, બધા લોકો જાણે છે કે એફેસસ એવું શહેર છે જ્યાં મહાન દેવી આર્તિમિસનું મંદિર છે. બધા લોકો જાણે છે કે અમે પણ તેણીનો પવિત્ર પથ્થર રાખીએ છીએ.

પ્રેરિતોનાં ક્રત્યો 25:19

તેઓએ જે વાતો કહી, તે તેઓના પોતાના ધર્મ અને ઈસુ નામના માણસ વિષે હતી. ઈસુ મૃત્યુ પામ્યો છે છતાં પાઉલે દાવો કર્યો કે તે હજુય જીવે છે.

Interlinear

Choose Theme