Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 15:3 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 15:3 · ગુજરાતી બાઇબલ

તે મંડળીએ માણસોને વિદાય થવામાં મદદ કરી. આ માણસો ફિનીકિયા સમરૂનનાં દેશોમાં થઈને ગયા. આ બધાં શહેરોમાં તેઓએ બિનયહૂદિ લોકો સાચા દેવ તરફ કેવી રીતે વળ્યા તે સંબંધમાં કહ્યું, આથી બધા ભાઈઓ ઘણા આનંદિત થયા.

Cross references

યશાયા 60:4

તું જરા ઊંચી નજર કરીને ચારે તરફ જો; બધા ભેગા થઇને તારા તરફ આવે છે. દૂર દૂરથી તારા પુત્રો આવશે અને તારી પુત્રીઓને તેમની આયાઓ તેડીને લાવશે,

યશાયા 66:12

યહોવા કહે છે, “હું એના પર સરિતાની જેમ સુખશાંતિ વહાવીશ અને ઊભરાતા વહેણાની જેમ પ્રજાઓની સમૃદ્ધિ રેલાવીશ. તમે ધાવશો; કેડે ઊંચકી લેવાશો, ખોળામાં તમને ખૂબ લાડ લડાવાશે.

લૂક 15:5

અને જ્યારે તે ઘેટાંને શોધી કાઢે છે ત્યારે તે ખૂબ ખુશ થાય છે. તે માણસ તે ઘેટાંને તેના ખભે બેસાડી તેને ઘેર લઈ જાય છે.

લૂક 15:23

એક માતેલું વાછરડું લાવો. આપણે તેને કાપીશું અને આપણી પાસે પુષ્કળ ખોરાક થશે. પછી આપણે મિજબાની કરીશું.

લૂક 15:32

આપણે ખુશ થવું જોઈએ અને મિજબાની કરવી જોઈએ, કારણ કે તારો ભાઈ મરી ગયો હતો પણ હવે તે પાછો જીવતો થયો છે. તે ખોવાઇ ગયો હતો, પણ હવે તે પાછો જડ્યો છે.”‘

પ્રેરિતોનાં ક્રત્યો 8:14

પ્રેરિતો હજુ યરૂશાલેમમાં હતા. તેઓએ સાંભળ્યું કે સમારીઆના લોકોએ દેવની વાત સ્વીકારી છે તેથી પ્રેરિતોએ પિતર અને યોહાનને સમારીઆના લોકો પાસે મોકલ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 11:18

જ્યારે યહૂદિ વિશ્વાસીઓએ આ વાતો સાંભળી, તેઓએ દલીલો કરવાનું બંધ કર્યુ. તેઓએ દેવને મહિમા આપતાં કહ્યું, “તેથી દેવ બિનયહૂદિઓને પસ્તાવો કરવાનું મન આપ્યું છે અને આપણા જેવું જીવન પામવા માટે સંપત્તિ આપે છે.”અંત્યોખમાં સુવાર્તા

પ્રેરિતોનાં ક્રત્યો 13:48

જ્યારે બિનયહૂદિઓએ પાઉલને આમ કહેતા સાંભળ્યો, ત્યારે તેઓએ ખુશ થઈને દેવનું વચન મહિમાવાન માન્યું અને લોકોમાંના ઘણાએ વિશ્વાસ કર્યો. તે લોકોની પસંદગી અનંતજીવન માટે કરવામાં આવી હતી.

પ્રેરિતોનાં ક્રત્યો 13:52

પરંતુ અંત્યોખમાં ઈસુના શિષ્યો ખુશ હતા અને પવિત્ર આત્માથી ભરપૂર હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 14:27

જ્યારે પાઉલ અને બાર્નાબાસ આવ્યા, તેઓએ મંડળીને ભેગી કરી. પાઉલ અને બાર્નાબાસે દેવે તેમની સાથે કરેલી પ્રત્યેક બાબતો વિષે જણાવ્યું. તેઓએ કહ્યું, “દેવે દરવાજો ઉઘાડ્યો છે, તેથી બીજા રાષ્ટ્રોના લોક (બિનયહૂદિઓ) પણ વિશ્વાસ ધરાવે છે!”

પ્રેરિતોનાં ક્રત્યો 15:12

પછી આખો સમૂહ શાંત થયો. તેઓએ પાઉલ અને બાર્નાબાસની વાણીને ધ્યાનપૂર્વક સાંભળી. પાઉલ અને બાર્નાબાસે બિનયહૂદિ લોકોની વચમાં દેવ દ્ધારા જે ચમત્કારો તથા અદભૂત પરાક્રમો કર્યા હતા તે બધા વિષે કહ્યું,

પ્રેરિતોનાં ક્રત્યો 21:5

પણ જ્યારે અમે અમારી મુલાકાત પૂરી કરી. અમે વિદાય લીધી અને અમે અમારો પ્રવાસ ચાલુ રાખ્યો.ઈસુના બધા જ શિષ્યો, સ્ત્રીઓ અને બાળકો સાથે અમને વિદાય આપવા અમારી સાથે શહેરની બહાર આવ્યા. અમે બધા સમુદ્રકિનારે ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 21:19

પાઉલે તે બધાને અભિનંદન પાઠવ્યા. પછીથી તેણે તેઓને દેવે બિનયહૂદિ લોકોમાં તેમની પાસે કેવી રીતે સેવા કરાવી તે વિગતે કહ્યું. તેણે તેઓને દેવે તેઓના મારફત જે બધું કરાવ્યું હતું તે બિનયહૂદિઓમાં પણ કહ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 28:15

રોમના વિશ્વાસીઓએ જાણ્યું કે અમે અહી હતા. તેઓ અમને આપિયસના બજારમાં અને ત્રણ ધર્મશાળાઓમાં મળવા માટે સામા આવ્યા. જ્યારે પાઉલે આ વિશ્વાસીઓને જોયા, તેને વધારે સારું લાગ્યું. પાઉલે દેવનો આભાર માન્યો.

રોમનોને પત્ર 15:24

તેથી હું જ્યારે સ્પેન જઈશ ત્યારે તમારી મુલાકાત લઈશ. હા, સ્પેન પ્રવાસે જતા તમારી મુલાકાત લેવાની હું આશા રાખું છું, અને તમારી સાથે રહેવાથી મને ખૂબ આનંદ થશે. પછી તમે મારા પ્રવાસમાં મને મદદ કરી શકશો.

1 કરિંથીઓને 16:6

હું કદાચ તમારી સાથે થોડો સમય રોકાઈશ. હું કદાચ આખો શિયાળો પણ તમારી સાથે કાઢીશ. જેથી તમે મને જ્યાં કઈ પણ હું જાઉં ત્યાં મને મદદ કરી શકો.

1 કરિંથીઓને 16:11

અને તેથી તેને અપનાવવાનો ઈન્કાર કોઈએ પણ ન કરવો. તેની યાત્રા શાંતિપૂર્ણ બને તે માટે તેને મદદરુંપ થજો કે જેથી તે પાછો મારી પાસે આવે. બીજા ભાઈઓ સાથે તે મારી પાસે આવશે તેમ હું ધારું છું.

2 કરિંથીઓને 1:16

મકદોનિયા જતા રસ્તામાં તમારી મુલાકાત લેવાની મારી યોજના હતી. અને પછી પાછા ફરતા ફરીથી તમારી મુલાકાત લેવાની મારી યોજના હતી. મારા યહૂદિયાના પ્રવાસ માટે તમારી મદદ લેવાની મારી ઈચ્છા હતી.

તિતસનં પત્ર 3:13

ત્યાંથી ઝેનાસ શાસ્ત્રી અને અપોલોસ પ્રવાસ કરવાના છે. તારાથી થઈ શકે એટલી બધીજ મદદ તું એમના પ્રવાસ માટે કરજે. જરુંર હોય એવી દરેક વસ્તુ એમને મળી રહે એની તું ખાતરી કરજે.

3 યોહાનનો પત્ર 1:6

આ ભાઈઓએ મંડળીને તારા પ્રેમ વિશે વાત કરી છે. કૃપા કરીને તેઓનો પ્રવાસ ચાલુ રાખવામાં તેઓને મદદ કર. દેવ પ્રસન્ન થાય તે રીતે તેઓને મદદ કર.

Interlinear

Choose Theme