Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 15:26 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 15:26 · ગુજરાતી બાઇબલ

પાઉલ અને બાર્નાબાસે તેઓના જીવનો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં સમર્પિત કર્યા છે.

Cross references

ન્યાયાધીશો 5:18

પણ ઝબુલોનના લોકોએ જીવ જોખમમાં મૂકયો, નફતાલીના લોકોએ પણ યુદ્ધના મેદાનમાં પ્રાણ આપવાની હિંમત કરી મૃત્યુનો સામનો કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 9:23

ઘણા દિવસો પછી, યહૂદિઓએ શાઉલને મારી નાખવાની યોજના કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 13:50

પરંતુ યહૂદિઓએ ધાર્મિક તથા કુલીન સ્ત્રીઓને તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરણી કરીને પાઉલ અને બાર્નાબાસની સતાવણી કરાવી. પરિણામે આ લોકોએ પાઉલ અને બાર્નાબાસને શહેરની બહાર હાંકી કાઢ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 14:19

પછી કેટલાક યહૂદિઓ અંત્યોખ અને ઈકોનિયામાંથી આવ્યા. તેઓએ લોકોને પાઉલની વિરૂદ્ધ સતાવણી કરવા સમજાવ્યા. અને તેથી લોકોએ પાઉલ પર પથ્થરો ફેંક્યા અને તેને શહેરની બહાર ઘસડી ગયા. લોકોએ ધાર્યું કે તેઓએ પાઉલને મારી નાખ્યો છે.

1 કરિંથીઓને 15:30

અને આપણું શું? શા માટે દરેક કલાકે આપણે આપણી જાતને ભયમાં મૂકીએ છીએ?

2 કરિંથીઓને 11:23

શું તે લોકો ખ્રિસ્તની સેવા કરે છે? હું તેની વધારે સેવા કરું છું. (હું આમ બોલવામાં ઘેલો છું.) મેં પેલા લોકો કરતાં વધારે સખત પરિશ્રમ કર્યો છે. ધણીવાર હું જેલમાં પૂરાયો છું. હું ઘણો માર ખાઈને ઘાયલ થયો છું. હું ધણીવાર લગભગ મૃતઃપ્રાય બન્યો છું.

ફિલિપ્પીઓને પત્ર 2:29

પ્રભુના નામે તેને ખૂબ આનંદથી આવકારજો. અને તેના જેવા માણસનું બહુમાન કરજો.

Interlinear

Choose Theme