Home Bibles ☰ Books પ્રેરિતોનાં ક્રત્યો 13:44 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 13:44 · ગુજરાતી બાઇબલ

બીજા વિશ્રામવારે, લગભગ શહેરના બધા જ લોકો પ્રભુનો બોધ સાંભળવા ભેગા મળ્યા.

Cross references

ઊત્પત્તિ 49:10

યહૂદા પરિવારના (પુરુષ) માંણસો રાજા થશે. તેના પરિવારનો રાજદંડ જ્યાંં સુધી વાસ્તવિક રાજા ન આવે ત્યાં સુધી જશે નહિ. પછી અનેક લોકો તેનું પાલન કરશે અને તેની સેવા કરશે.

ગીતશાસ્ત્ર 110:3

તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવવા ઇચ્છશે. સવારે તેં તારા પવિત્ર વસ્રો ધારણ કરેલા છે. તારી યુવાવસ્થાનું જોર તને દોરવે છે.

યશાયા 11:10

તે દિવસે રાજા, યશાઇનો વંશજ લોકોને એકત્ર કરવા ધ્વજારૂપ બની રહેશે. દેશવિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે. તે અને તેનું નિવાસસ્થાન મહિમાવંતુ થશે.

યશાયા 60:8

વાદળની જેમ અને પોતાના માળા તરફ જતાં કબૂતરોની જેમ ઊડતાં આ શું જાય છે?

Interlinear

Choose Theme