Home Bibles ☰ Books પ્રેરિતોનાં ક્રત્યો 13:16 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 13:16 · ગુજરાતી બાઇબલ

પાઉલ ઊભો થયો. તેણે તેનો હાથ ઊચો કર્યો અને કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ અને બીજા લોકો તમે જે સાચા દેવની ભક્તિ કરો છો, કૃપા કરીને મને સાંભળો!

Cross references

પુનર્નિયમ 32:46

તેણે કહ્યું, “આજે મેં તમાંરી સમક્ષ જે વચનો ઉચ્ચાર્યા છે તે હૈયે કોતરી રાખજો, તમાંરા વંશજોને આ નિયમનાં વચનોનું પાલન કરવાનું જણાવજો.

1 રાજઓ 8:40

તમે અમાંરા પિતૃઓને આ જમીન આપી હતી જેથી તેઓ હંમેશા તમાંરો આદર કરે.

ગીતશાસ્ત્ર 49:1

હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો; હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.

ગીતશાસ્ત્ર 67:7

દેવ આપણને આશીર્વાદ આપશે, પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.

ગીતશાસ્ત્ર 78:1

મારા લોકો, મારો નિયમ સાંભળો; મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.

ગીતશાસ્ત્ર 85:9

જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે. બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.

ગીતશાસ્ત્ર 135:20

હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો, જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો!

મીખાહ 3:8

“પરંતુ જ્યારે મારા માટે, યાકૂબને તેના અપરાધ વિષે અને ઇસ્રાએલને તેના પાપો વિષે જણાવવા માટે યહોવાના આત્માએ મને સાર્મથ્ય, ન્યાય અને શકિતથી ભરી દીધો છે.”

માથ્થી 11:15

તમે લોકો મને સાંભળી શકો છો, તો ધ્યાનથી સાંભળો!

લૂક 1:50

જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે.

લૂક 23:40

પરંતુ બીજા ગુનેગારે તેને અટકાવ્યો. તેણે કહ્યું કે, “તારે દેવથી ડરવું જોઈએ! આપણે બધાજલ્દીથી મરી જઇશું!

પ્રેરિતોનાં ક્રત્યો 2:14

પછી પિતર અગિયાર બીજા પ્રેરિતો સાથે ઊભો રહ્યો. તે એટલા મોટા અવાજે બોલ્યો કે જેથી બધા લોકો સાંભળી શકે. તેણે કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ તથા યરૂશાલેમમાં તમારામાંના બધા જે રહો છો, હું તમને કંઈક કહીશ, જે જાણવાની તમારે જરુંર છે. કાળજીપૂર્વક સાંભળો.

પ્રેરિતોનાં ક્રત્યો 2:22

“મારા યહૂદિ ભાઈઓ, આ શબ્દો ધ્યાનથી સાંભળો: નાસરેથનો ઈસુ એક ઘણો વિશિષ્ટ માણસ હતો. દેવે તમને આ સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. દેવે પરાક્રમો અને આશ્ચર્યો તથા ચમત્કારોથી તે સાબિત કર્યુ છે. તે ઈસુ દ્ધારા કરવામાં આવ્યું હતું. તમે બધાએ આ બાબતો જોઈ છે. તેથી તમે જાણો છો કે આ સાચું છે.

Interlinear

Choose Theme