Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 12:25 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 12:25 · ગુજરાતી બાઇબલ

યરૂશાલેમમાં બાર્નાબાસ અને શાઉલે તેઓનું કામ પૂર્ણ કર્યુ. તેઓ અંત્યોખ પાછા ફર્યા. યોહાન માર્ક તેઓની સાથે હતો.

Cross references

પ્રેરિતોનાં ક્રત્યો 4:36

વિશ્વાસીઓમાં એકનું નામ યૂસફ હતું. પ્રેરિતો તેને બાર્નાબાસ કહેતા. (આ નામનો અર્થ “બીજાને મદદ કરનાર વ્યક્તિ.”) તે લેવી હતો સૈપ્રસમાં તેનો જન્મ થયો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 11:29

વિશ્વાસીઓએ નિર્ણય કર્યો કે તેઓ બધા તેઓના ભાઈઓને તથા બહેનોને જે યહૂદિયામાં રહે છે તેઓને મદદ કરવા પ્રયત્ન કરશે. પ્રત્યેક વિશ્વાસીએ પોતાના સાર્મથ્ય અનુસાર તેઓને મોકલવાની યોજના ઘડી.

પ્રેરિતોનાં ક્રત્યો 12:12

જ્યારે પિતરને આ સમજાયું ત્યારે, તે મરિયમને ઘરે ગયો. તે યોહાનની મા હતી. (યોહાનનું બીજું નામ માર્ક હતું.) ઘણા માણસો ત્યાં ભેગા થયા હતા. તેઓ બધા પ્રાર્થના કરતા હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 13:1

અંત્યોખમાં જે મંડળી હતી, તેમાં કેટલાક પ્રબોધકો અને ઉપદેશકો હતા. એટલે બાર્નાબાસ, શિમયોન (જે નિગર તરીકે ઓળખાતો હતો તે), લૂકિયસ (કુરેનીનો), મનાહેમ (જે હેરોદ રાજા સાથે ઉછરીને મોટા થયો હતો) તથા શાઉલ હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 15:37

યોહાન (માર્ક)ને તેઓની સાથે લેવાની ઈચ્છા બાર્નાબાસની હતી.

1 પિતરનો પત્ર 5:13

બાબિલોનની મંડળી તમને સલામ કહે છે. તમારી જેમ તે લોકો પસંદ કરાયેલા છે. ખ્રિસ્તમાં મારો પુત્ર માર્ક પણ તમને સલામ કહે છે.

Interlinear

Choose Theme