Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 10:26 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 10:26 · ગુજરાતી બાઇબલ

પરતું પિતરે તેને ઊભો થવા કહ્યું. પિતરે કહ્યું, “ઊભો થા! હું ફક્ત એક તારા જેવો જ માણસ છું.”

Cross references

યશાયા 42:8

હું યહોવા છું, એ જ મારું નામ છે, હું મારો મહિમા બીજા જૂઠા દેવોને નહિ લેવા દઉં, તેમ મારી સ્તુતિ હું કંડારેલી મૂર્તિઓને નહિ લેવા દઉં.

યશાયા 48:13

મેં મારે પોતાને હાથે આ પૃથ્વીનો પાયો નાખ્યો હતો, અને આ આકાશને પાથર્યું હતું. હું જ્યારે તેમને બોલાવું છું ત્યારે તેઓ ઉભા થાય છે.

માથ્થી 4:10

ઈસુએ શેતાનને કહ્યુ, “શેતાન! ચાલ્યો જા, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે, ‘પ્રભુનું તારા દેવનું જ ભજન કર. ફક્ત તેની જ સેવા કર!”‘ પુનર્નિયમ 6:13

પ્રેરિતોનાં ક્રત્યો 14:14

પરંતુ જ્યારે પ્રેરિતો, પાઉલ અને બાર્નાબાસ લોકો શું કરતા હતા તે સમજ્યા, ત્યારે તેઓએ તેમનાં પોતાનાં વસ્ત્રો ફાડ્યાં.પછી તેઓ લોકોમાં અંદર દોડી ગયા અને તેઓને માટે સાદે કહ્યું:

2 થેસ્સલોનિકીઓને 2:3

કોઈ વ્યક્તિ કોઈ પણ રીતે તમને ભરમાવે નહિ. પ્રભુનો દિવસ જ્યાં સુધી ધર્મત્યાગ ન થાય ત્યાં સુધી આવશે નહિ. અને તે દિવસ જ્યાં સુધી વિનાશનો પુત્ર એટલે પાપનો માણસ પ્રગટ થશે નહિ. ત્યાં સુધી આવશે નહિ.

પ્રકટીકરણ 13:8

બધા જ લોકો જે પૃથ્વી પર રહે છે, તેઓ તે પ્રાણીની આરાધના કરશે. (આ એ લોકો છે જેઓનાં નામો જગતનું સર્જન થયું ત્યારથી હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં નથી. તે હલવાન કે જેને મારી નાખવામાં આવ્યો હતો.)

પ્રકટીકરણ 19:10

પછી હું દૂતના ચરણોમાં તેની આરાધના કરવા તેને પગે પડ્યો. પણ તે દૂતે મને કહ્યું કે, “મારી આરાધના ન કર. હું તો તારા જેવો અને તારા ભાઇઓ, જેઓની પાસે ઈસુનું સત્ય છે તેમના જેવો સેવક છું. કારણ કે ઈસુનું સત્ય પ્રબોધનો આત્મા છે, તેથી દેવની આરાધના કર.”

પ્રકટીકરણ 22:8

હું યોહાન છું. મેં આસાંભળ્યું ને જોયું ત્યારે જે દૂતે મને એ વાતો દેખાડી, તેને વંદન કરવા હું પગે પડ્યો.

Interlinear

Choose Theme