Home Bibles 2 શમએલ 8:17 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 8:17 · ગુજરાતી બાઇબલ

અહીલૂબનો પુત્ર સાદોક તથા અબ્યાથારનો પુત્ર અહીમેલેખ પ્રમુખ યાજકો હતાં. સરૂયા અંગતમંત્રી હતો.

Cross references

2 શમએલ 15:24

સાદોક તથા તેની સાથેના સર્વ લેવીઓ દેવના પવિત્રકોશને ઉંચકીને જતા હતા. તેઓ થોભ્યા અને તેને નીચે મૂક્યો અને અબ્યાથારે સર્વ લોકો યરૂશાલેમ છોડીને ગયા ત્યાં સુધી પ્રાર્થના કરી.

2 શમએલ 17:15

હૂશાયે યાજક સાદોક અને અબ્યાથારને કહ્યું, “અહીથોફેલ આબ્શાલોમને અને ઇસ્રાએલીના આગેવાનોને આ પ્રમાંણેની સલાહ આપી હતી, પણ મેં આ મુજબની સલાહ આપી હતી.

2 શમએલ 19:12

તમે તો માંરા ભાઈઓ છો, માંરું જ લોહી અને માંરું જ માંસ છો. રાજાને પાછો લાવવામાં તમે શા માંટે સૌથી છેલ્લા છો?”

1 રાજઓ 1:26

તેમ છતાં તેણે આપના સેવક મને કે યાજક સાદોકને કે યહોયાદાના પુત્ર બનાયા અથવા આપના સેવક સુલેમાંનને આમંત્રણ આપ્યું નથી.

1 કાળવ્રત્તાંત 6:8

તેનો પુત્ર સાદોક, તેનો પુત્ર અહીમાઆસ,

1 કાળવ્રત્તાંત 6:53

અહીટૂબનો પુત્ર સાદોક, અને એનો પુત્ર અહીમાઆસ.

1 કાળવ્રત્તાંત 9:11

અઝાર્યા જે અહીટૂબના પુત્ર મરાયોથના પુત્ર સાદોકના પુત્ર મશુલ્લામના પુત્ર હિલ્કયાનો પુત્ર- દેવના મંદિરનો મુખ્ય કારભારી હતો.

1 કાળવ્રત્તાંત 12:29

બિન્યામીનના કુલસમૂહના: 3,000 શાઉલ એ વંશનો જ હતો. અને એમાંના મોટા ભાગના અત્યાર સુધી એને વફાદાર રહ્યા હતા.

1 કાળવ્રત્તાંત 15:11

ત્યારબાદ દાઉદે યાજકો સાદોક અને અબ્યાથારને તથા લેવી આગેવાનો ઉરીએલ, યસાયા, યોએલ, શમાયા, અલીએલ, અને આમ્મીનાદાબને તેડાવ્યા.

1 કાળવ્રત્તાંત 16:39

યાજક સાદોક અને તેના યાજકોના કુટુંબને ગિબયોનની ટેકરી પર આવેલા યહોવાના મંડપની સેવામાં મૂક્યા.

1 કાળવ્રત્તાંત 18:16

અહીટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અબીમેલેખ યાજકો હતા. શાવ્શા રાજાનો લહિયો હતો.

1 કાળવ્રત્તાંત 24:3

દાઉદે એલઆઝારના વંશજ સાદોક અને ઇથામારના વંશજ અહીમેલેખેની મદદથી હારુનના કુલસમૂહોને તેમની ફરજ પ્રમાણે જૂથોમાં વહેંચી નાખ્યા.

એઝરા 7:2

હિલ્કિયા શાલ્લૂમનો પુત્ર હતો; શાલ્લૂમ સાદોકનો પુત્ર હતો; સાદોક અહીટૂબનો પુત્ર હતો.

યર્મિયાનો વિલાપ 44:15

“લેવી વંશના સાદોકના કુળના યાજકોએ ઇસ્રાએલીઓ જ્યારે મારાથી વિમુખ થઇ ગયા હતા ત્યારે પણ મંદિરમાં મારી સેવા કરવાનું ચાલું રાખ્યું હતું એટલે તેઓ જ મારી સેવા કરવા માટે મારી પાસે આવી શકશે. તેઓ ચરબી અને લોહી ધરાવવા માટે મારી સમક્ષ ઊભા રહી શકશે.” આ યહોવા મારા માલિક બોલે છે.

Interlinear

Choose Theme