Home Bibles ☰ Books 2 શમએલ 6:20 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 6:20 · ગુજરાતી બાઇબલ

જયારે દાઉદ પોતાનાં કુટુંબીજનોને આશીર્વાદ આપવા પોતાને ઘેર પાછો આવ્યો ત્યારે શાઉલની દીકરી મીખાલ તેને મળવા સામે આવી, અને બોલી, “ઇસ્રાએલનો રાજા આજે તમે જેમ કોઇ મૂર્ખ પોતાના વસ્ત્રો કાઢી નાખે તેમ તમે તમાંરી દાસીઓની સામે આજે નવસ્ત્રો થઇને કેટલા ઉમદા દેખાતાં હતાં.”

Cross references

ઊત્પત્તિ 18:19

મેં જ એને પસંદ કર્યો છે કે, જેથી એ પોતાનાં સંતાનોને અને પોતાના પછીના વંશજોને ધર્મ અને ન્યાયનું આચરણ કરીને યહોવાને માંગેર્ વળવાની આજ્ઞા કરે, અને એ રીતે ઇબ્રાહિમને આપેલું વચન હું પાળી શકું.”

યહોશુઆ 24:15

“યહોશુઆએ લોકોને કહ્યું, “પરંતુ જો તમને યહોવાની સેવા કરવાનું પસંદ ના હોય તો તમાંરે કોની પૂજા કરવી છે તેનો આજે જ નિર્ણય કરી લો: જે દેવોને તમાંરા પિતૃઓ ફ્રાત નદીને કાંઠે પૂજતા હતા તેની કે જેમના પ્રદેશમાં તમે વસો છો તે અમોરીઓના દેવોની? પણ હું અને માંરું કુટુંબ તો યહોવાની જ સેવા કરીશું.”

ન્યાયાધીશો 9:4

આથી તેઓએ બઆલવરીથના મંદિરમાંથી 70 ચાંદીના સિક્કા કાઢી લીધા અને એ સિક્કા વડે અબીમેલેખ તોફાની અને નકામાં લોકોને રોકયા, જેઓ તેને અનુસરતા હતાં અને તે જે કહે તે મુજબ કરતાં હતાં.

1 શમુએલ 18:20

ત્યાર બાદ શાઉલની બીજી પુત્રી મીખાલ દાઉદનાં પ્રેમમાં પડી અને શાઉલને જયારે એની જાણ થઈ ત્યારે તે બહુ રાજી થયો.

1 શમુએલ 19:23

પરંતુ તે ત્યાં જતો હતો ત્યારે તેનામાં પણ દેવના આત્માંનો સંચાર થયો અને તે પણ નાયોથ સધી પ્રબોધ કરતો ગયો.

2 શમએલ 6:14

દાઉદ શણના કપડાઁનું એફોદ પહેરીને ખૂબ આનંદથી યહોવા સમક્ષ નાચતો હતો.

2 શમએલ 6:16

પરંતુ જ્યારે યહોવાનો પવિત્રકોશ દાઉદનગરમાં દાખલ થતો હતો ત્યારે શાઉલની દીકરી મીખાલે એક બારીમાંથી જોયું તો રાજા દાઉદ પવિત્રકોશ સમક્ષ નાચતો હતો; તે તેને ગમ્યું નહિ અને તેના હૃદયમાં દાઉદ પ્રત્યે ઘૃણા પેદા થઈ.

2 શમએલ 6:18

પછી તેણે સર્વસમર્થ યહોવાના નામમાં સર્વ લોકોને આશીર્વાદ આપ્યો.

1 કાળવ્રત્તાંત 16:43

પછી બધા સૌ સૌને ઘેર ચાલ્યા ગયા અને દાઉદ પોતાના કુટુંબને આશીર્વાદ આપવા પાછો આવ્યો.

નહેમ્યા 4:3

આમ્મોની ટોબિયા જે તેની બાજુમાં ઊભો હતો, તેણે કહ્યું, “તેઓ બાંધી રહ્યાં છે તે દીવાલ પર એક શિયાળવું ચઢે તોય તે તૂટી પડશે!”

અયૂબ 30:8

તેઓ દેશમાંથી કાઢી મૂકાયેલા નામ વગરના નિરર્થક લોકોનો એક સમૂહ છે.

ગીતશાસ્ત્ર 30:1

હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ, કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે. તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.

ગીતશાસ્ત્ર 69:7

મેં તમારા માટે શરમ સહન કરી છે, ને મારું મુખ પણ શરમથી ઢંકાયેલું છે.

ગીતશાસ્ત્ર 101:2

હે યહોવા, હું મારા ઘરમાં શુદ્ધ હૃદય સાથે સંભાળપૂર્વક શુદ્ધ જીવન જીવીશ. તમે મારી પાસે ક્યારે આવશો?

Interlinear

Choose Theme