દાઉદે યહોવાની સૂચના પ્રમાંણે કર્યુ; અને પલિસ્તીઓને ગેબાથી છેક ગેઝર સુધી માંર્યા.
Cross references
યહોવાએ આ આદેશ મૂસાને અને હારુનને આપ્યો હતો. તેથી ઇસ્રાએલના લોકોએ યહોવાના આદેશ પ્રમાંણે કર્યુ.
દરમ્યાનમાં ગેઝેરનો રાજા હોરામ લાખીશને મદદ કરવા આવ્યો પણ યહોશુઆએ અને તેના માંણસોએ તેમને બધાંને માંરી નાખ્યાં. તેનાં સૈન્યનો સંપૂર્ણ નાશ કર્યો.
પણ એફ્રાઈમીઓ જે ગેઝેરમાં રહેતા અને કનાનીઓને તે ક્ષેત્રમાંથી તેઓએ કદીય હાંકી કાઢયા નહિ, તેથી તેઓ આજ સુધી એફ્રાઈમના લોકો વચ્ચે રહેતા આવ્યા છે; પણ તેમને ચાકરો તરીકે કામ કરવું પડે છે.
કફાર-આમ્મોની, ઓફની અને ગેબા, બધા મળીને ત્યાં બાર શહેરો અને તેમનાં નજીકના ખેતરો હતાં.
ત્યારબાદ દાઉદે પલિસ્તીઓને હરાવ્યાં, તેણે તેઓના દેશને અને તેઓની રાજધાની નગરના મોટા વિસ્તારને કબજે કરી લીધો.
દાઉદે દેવની સલાહ પ્રમાણે કર્યુ અને તેણે ગિબયોનથી ઠેઠ ગેઝેર સુધી પલિસ્તીઓના લશ્કરને હાંકી કાઠયુ.
કારણ કે તે પરાસીમના પર્વત પર અને ગિબયોનની ખીણમાં રોષે ભરાઇ ઉભો થઇ જશે, અને અસાધારણ તથા અનોખું કાર્ય કરશે!