Home Bibles ☰ Books 2 શમએલ 5:21 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 5:21 · ગુજરાતી બાઇબલ

પલિસ્તીઓ પોતાના દેવની મૂર્તિઓ બઆલ-પરાસીમમાં મૂકીને ભાગી ગયા હતા. દાઉદ અને તેના સૈનિકોએ તેઓની મૂર્તિઓ કબજે કરી હતી.

Cross references

પુનર્નિયમ 7:5

“પરંતુ તમાંરે તે લોકો સાથે આ પ્રમાંણે વર્તવું: તેમની વેદીઓને તોડી પાડવી, તેમના સ્તંભોને ભાંગી નાખવા, તેઓની ધિક્કારપાત્ર પ્રતિમાંઓને તોડી નાખવી અને તેમની મૂર્તિઓને બાળી નાખવી.

પુનર્નિયમ 7:25

“તમે લોકો તેઓની મૂર્તિઓને બાળી મૂકો. એ મૂર્તિઓ ઉપરના સોનાચાંદીના મોહમાં પડીને તે ધાતુઓને અડકશો નહિ. જો તમે તે ધાતુઓને લેશો તો તે તમાંરા માંટે ફાંદારૂપ બનશે, કારણ, તમાંરા દેવ મૂર્તિપૂજાને ધિક્કારે છે.

1 શમુએલ 5:2

તેઓ પવિત્રકોશને દાગોનના મંદિરમાં લઈ ગયા અને દાગોનની મૂર્તિ પાસે મૂક્યો.

1 કાળવ્રત્તાંત 14:11

આથી દાઉદે બઆલ-પરાસીમ આગળ તેમના પર હુમલો કરી તેમને હરાવ્યા. દાઉદે કહ્યું, “જેવી રીતે પાણી ભંગાણ પાડે તેમ દેવે મારા દુશ્મનોમાં ભંગાણ પાડ્યું છે” તેથી તે જગ્યાનું નામ ‘બઆલ-પરાસીમ’ રાખવામાં આવ્યું.

યશાયા 37:19

તેમના દેવોને અગ્નિમાં પધરાવી દીધાં છે; પણ એ તો દેવો નહોતા, પરંતુ માણસના હાથ વડે બનાવેલી વસ્તુ, ફકત લાકડાં અને પથ્થર હતા, અને તેથી તેમણે તેમનો નાશ કર્યો હતો.

યશાયા 46:1

યહોવા કહે છે, “બેલને નમાવી દીધું છે,નબો વિરોધ કરે છે, તેમની મૂર્તિઓ ઢોરો પર લાદવામાં આવી છે, જે મૂર્તિઓને તમે માથે લઇને ફરતા હતા તે અત્યારે થાકેલાં જનાવરો પર ભારરૂપે લદાઇ છે.

યશાયા 46:2

શું આથી ઉત્તમ તેઓ કશું જ કરી શકતા નથી? તેઓ બધા વાંકા વળે છે, તેઓ નમી જાય છે; તેઓ ભારથી પોતાને બચાવી શકતા નથી. વળી તેઓ પોતે બંદીવાન થયા છે.

ચર્મિયા 43:12

તે મિસરના દેવોનાં મંદિરોને અગ્નિથી બાળીને ભસ્મ કરશે, તે લોકોને બંદીવાન બનાવી લઇ જશે. જેમ કોઇ ભરવાડ પોતાની ચાદરમાંની જૂ વીણીને સાફ કરી નાખે છે તેમ તે મિસરને વીણીને સાફ કરી નાખશે અને વિજયી બનીને પાછો જશે.

ચર્મિયા 48:7

હા, તમે પોતાની સંપત્તિ અને આવડત પર નિર્ભર રહ્યાં છો, તમે પણ નાશ પામશો, તમારા મૂંગા દેવ કમોશ દેશવટે જશે, તેના યાજકો અને અમલદારો તેની સાથે જશે.

દારિયેલ 11:8

વળી, તે મિસર પાછો ફરશે ત્યારે તેઓની ધાતુની મૂર્તિઓ અને મૂર્તિઓને અપેર્લાં સોનાના તથા ચાંદીના અસંખ્ય પાત્રો પોતાની સાથે લઇ જશે. અને થોડાં વર્ષ સુધી તે ઉત્તરના રાજા ઉપર હુમલો કરવાનું બંધ રાખશે.

Interlinear

Choose Theme