Home Bibles 2 શમએલ 4:8 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 4:8 · ગુજરાતી બાઇબલ

પછી રાજા દાઉદને મળવા ગયા અને તેની સમક્ષ ઇશબોશેથનું મસ્તક રજૂ કરીને કહ્યું, “જુઓ ! તમને માંરી નાખવાનો પ્રયત્ન કરનાર તમાંરા દુશ્મન શાઉલના પુત્ર ઇશબોશેથનું આ મસ્તક તમાંરે માંટે લાવ્યંા છીએ. આજે યહોવાએ માંરા પ્રભુ રાજાનું વેર શાઉલ અને તેના કુળ ઉપર વાળ્યું છે.”

Cross references

1 શમુએલ 18:11

શાઉલે અચાનક દાઉદને ભીંત સાથે જડી દેવાના ઇરાદાથી બે વખત તેની તરફ ભાલો ફેંકયો. પરંતુ દાઉદે બે વાર બાજુ પર ખસી જઈને ઘા ચુકાવ્યો.

1 શમુએલ 19:1

શાઉલે પોતાન પુત્ર યોનાથાનને અને પોતાના બધા અમલદારોને દાઉદને માંરી નાખવાના પોતાના ઇરાદાની વાત કરી, પરંતુ યોનાથાનને દાઉદ ઉપર ખૂબ મિત્રપ્રેમ હતો.

1 શમુએલ 19:2

તેથી તેણે દાઉદને ચેતવ્યો કે, “માંરા પિતા શાઉલ તારો જીવ લેવાની તક શોધે છે, માંટે આવતી કાલે સવારે સાવધાન રહેજે; કોઈ ગુપ્ત જગ્યાએ છુપાઈ રહેજે.

1 શમુએલ 19:15

પણ શાઉલે એ લોકોને દાઉદને નજરો નજર જોવા પાછા મોકલ્યા અને કહ્યું, “તેને પથારી સહિત અહીં ઉપૅંડી લાવો એટલે હું તેને માંરી નાખું.”

1 શમુએલ 20:1

દાઉદે રામાંમાં આવેલા નાયોથમાંથી ભાગીને યોનાથાન પાસે જઈને તેને કહ્યું, “મેં શું કર્યુ છે? માંરો શો ગુનો છે? તારા પિતા કેમ માંરો જીવ લેવા પાછળ પડયા છે?”

1 શમુએલ 23:15

તેમ છતાં દાઉદ ઝીફના રાનમાં આવેલા હોરેશમાં માંર્યો માંર્યો ફરતો હતો, કારણ, શાઉલ તેનો જીવ લેવા તેની પાછળ પડ્યો હતો.

1 શમુએલ 24:4

દાઉદના માંણસોએ તેને કાનમાં કહ્યું, “યહોવાએ તમને કહ્યું હતું કે, ‘હું તારા દુશ્મનોને તારા હાથમાં સોંપી દઈશ અને તારે તેને જે કરવું હોય તે કરજે. એ દિવસ આજે આવ્યો છે.”‘દાઉદે ઊભા થઈને ખબર ન પડે તે રીતે શાઉલના ઝભ્ભાની ચાળ કાપી લીધી.

1 શમુએલ 25:29

હું કહુ છું, જો કોઈ માંણસ આપની પાછળ પડે અને આપનો જીવ લેવા માંગે, તો આપના દેવ યહોવા આપના જીવનનું રક્ષણ કરશે, પણ યહોવા તમાંરા દુશ્મનોનો જીવ ગોફણમાંથી પથરાની જેમ ફેંકી દેશે.

2 શમએલ 18:19

ત્યારબાદ સાદોકના પુત્ર અહીમાંઆસે કહ્યું, “યહોવાએ રાજાના શત્રુ આબ્શાલોમથી તેનું રક્ષણ કર્યું છે, આ શુભ સમાંચાર કહેવાને મને રાજા દાઉદ પાસે દોડતો જવા દો.”

2 શમએલ 18:31

પદ્ધી પેલા કૂશીએ આવીને કહ્યું, “ઓ, પ્રભુ આપને માંટે શુભ સમાંચાર છે! જે મૅંણસે આપની સામે બળવો પોકાર્યો હતો, તે આપણા દેવ યહોવાની મદદથી હારી ગયો છે.”

2 શમએલ 22:48

દેવે માંરા માંટે થઇને માંરા દુશ્મનો ઉપર વેર વાળ્યું, તેમણે દેશોને અંકુશમાં રાખવાની સત્તા મને આપી છે.

ગીતશાસ્ત્ર 63:9

જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે, તેઓ જરૂર પૃથ્વીના ઉંડાણમાં ધકેલાઇ જશે.

ગીતશાસ્ત્ર 71:24

મારી જીભ આખો દિવસ તમારી દયા અને તમારા ન્યાયીપણાની વાતો કરશે; જેઓ મને હાની પહોંચાડવા ઇચ્છે છે તેઓને લજ્જિત અને અપમાનિત કરાયાં છે.

માથ્થી 2:20

દૂતે કહ્યું કે, “ઊભો થા! બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ચાલ્યો જા. જે લોકો બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તે મરણ પામ્યા છે.”

લૂક 18:7

દેવના લોકો તેને રાત દિવસ બૂમો પાડે છે. દેવ હંમેશા તેના લોકોને જે સાચું છે તે હંમેશા આપશે. દેવ તેના લોકોને ઉત્તર આપવામાં ઢીલ કરશે નહિ.

પ્રકટીકરણ 6:10

આ આત્માઓએ મોટા સાદે પોકાર કર્યો કે, “ઓ, પવિત્ર અને સત્ય પ્રભુ. તું ક્યાં સુધી ઈન્સાફ કરવાનું તથા પૃથ્વી પરનાં રહેનારાંઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું મુલવ્વી રાખીશ?”

પ્રકટીકરણ 18:20

ઓ આકાશ! આના કારણે આનંદિત થાઓ. સંતો, પ્રેરિતો અને પ્રબોધકો, આનંદ કરો. તેણે તમારી સાથે જે કાંઇ કર્યું તેને કારણે દેવે તેને શિક્ષા કરી.”‘

Interlinear

Choose Theme