યહોવા ફરી એક વાર ઇસ્રાએલીઓ ઉપર કોપાયમાંન થયા; અને તેણે દાઉદને ઇસ્રાએલીઓનો વિરોધી બનાવ્યો તેણે તેને કહ્યું, “જા ઇસ્રાએલની વસ્તી અને યહૂદાના લોકોની ગણતરી કર.”
Cross references
માંટે મને અહીં વેચી દેવા માંટે તમે હવે દુ:ખી થશો નહિ, તેમજ જીવ બાળશો નહિ, કારણ આ તો માંરા માંટે દેવની યોજના હતી કે, હું અહીં આવું અને તમને બધાને હું બચાવું.
તમે માંરી સાથે દુષ્ટતા કરવા ચાહી પણ દેવની યોજના સારું કરવાની હતી, કે, જેથી ઘણા લોકોના જીવન બચી જાય, અને આજે એમજ થયું છે.
પણ હું ફારુનને હઠાગ્રહી બનાવી દઈશ, જેથી તું જે કંઈ કહીશ તેને તે માંનશે નહિ. એથી હું કોણ છું તે સાબિત કરવા હું મિસર દેશમાં અનેક ચમત્કારો કરીશ. પરંતુ તે છતાં પણ તે સાંભળશે નહિ.
યહોવાએ જે આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ સિનાઈના રણમાં તેઓની ગણતરી કરી.
યહોવાનો પ્રકોપ ઈસ્રાએલીઓ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દીધા, જેઓ તેમને લૂંટતા રહ્યાં; તેણે તેમને આસપાસના શત્રુઓને હવાલે કરી દીધા અને ઈસ્રાએલીઓ તેમની સામે ટકી શક્યા નહિ,
આથી ફરીથી યહોવાનો કોપ ઈસ્રાએલીઓ ઉપર ભભૂકી ઊઠતો, તે કહેતા, “આ પ્રજાએ મેં એમના પિતૃઓને પાળવા કહેલા કરારનો ભંગ કર્યો છે. મેં કરેલી આજ્ઞાઓનું પાલન તેમણે કર્યું નથી.
માંરા ધણી અને રાજા, માંરુ સાંભળો, તમાંરા સેવકને વાત કરતા: જો યહોવાએ આપને માંરી વિરુદ્ધ ઉશ્કેર્યો હોય, તો તેઓ માંરા અર્પણો સ્વીકારે, પણ જો માંણસોએ આપને માંરી વિરુદ્ધ ઉશ્કેર્યો હોય તો ભલે દેવથી એમના માંટે ખરાબ થાય. યહોવાએ આપણને આપેલ ભૂમિમાંથી લોકોએ મને બહાર હાંકી કાઢયો. તેઓએ કહ્યું “ચાલ્યો જા, અને બીજા વિદેશી દેવોની સેવા કર.’
તેથી યહોવા કહે છે, ‘હું તારા પર મુશ્કેલીઓ લાવીશ. પોતાના જ કુટુંબીજનો તારા પર આફત લાવશે. હું તારી પત્નીઓને લઈને તારા દેખતાં બીજા માંણસોને આપી દઈશ. અને ધોળે દિવસે જાહેરમાં તેઓ તેની સાથે સૂશે જેથી દરેક જણ જોઇ શકે.
પરંતુ રાજાએ અબીશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “ઓ સરૂયાના પુત્ર, તને શું થયું છે? જો તેઓને યહોવાએ કહ્યું હોય કે, ‘દાઉદને શાપ આપ,’ તો તમે એને પ્રશ્ર્ન કરવાવાળા કોણ છો? તું આમ શા માંટે કરે છે? અને કયા કારણથી?”
દાઉદના શાસનકાળ દરમ્યાન ત્રણ વર્ષ સુધી દેશમાં દુષ્કાળ પડયો, આથી દાઉદે યહોવાને પ્રાર્થના કરી અને યહોવાએ જવાબ આપ્યો , “શાઉલ અને તેના ખૂનીઓના કુટુંબઆ કુળ માંટે કારણરુપ છે, કારણ તેણે ગિબયોનીઓની હત્યા કરી હતી.”
યહોવાએ કહ્યું, ‘આહાબને રામોથ ગિલીયાદના ધરે જઇ આમ્મોનિયો વિરુદ્ધ લડાઇ કરવા અને ત્યાં મરવા કોણ લલચાવશે?’ આ વિષે તેમની વચ્ચે ઘણા સૂચનો થયાં,
એટલે યહોરામ રાજાએ સમરૂનથી બહાર નીકળીને ઇસ્રાએલના બધા માંણસોને યુદ્ધ માંટે ભેગા કર્યાં.
એ બધા આશેરના વંશજો હતા; તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના ચૂઁટી કાઢેલા સરદારો તથા પરાક્રમી ને શૂરવીર પુરુષો હતા; અને વંશાવળી મુજબ યુદ્વના કામ માટેની તેઓની ગણતરી કરતાં તેઓ 26,000 પુરુષો હતા.
પછી શેતાન ઇસ્રાએલીઓ સામે લડવા તૈયાર થયો. તેણે દાઉદને વસ્તી ગણતરી કરવા ભડકાવ્યો.
દાઉદે તેની પ્રજામાંથી 20 વર્ષથી નીચેનાની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણકે યહોવાએ ઇસ્રાએલીઓની સંખ્યા આકાશના તારા જેટલા અગણિત બનાવવાનું વચન આપ્યું હતું.
સરૂયાના પુત્ર યોઆબે વસ્તી ગણતરી શરુ કરી પણ તેણે પૂરી કરી નહોતી. કારણકે ઇસ્રાએલ પર દેવનો રોષ ઊતર્યો હતો. અને એટલે તે વસ્તી ગણતરીના આંકડા રાજા દાઉદના રાજ્યના ઇતિહાસમાં નોંધાયા નહોતા
છતાં પણ હિઝિક્યાએ પોતાના પર થયેલા ઉપકારનો બદલો યોગ્ય રીતે વાળ્યો નહિ; તેથી હિઝિક્યા પર, તેમજ યહૂદિયા તથા યરૂશાલેમ પર દેવ કોપાયમાન થયો.
અને જો કોઇ પ્રબોધક છેતરાઇને સંદેશો આપશે કે મેં યહોવાએ તે પ્રબોધકને છેતર્યો છે તો હું તેની સામે મારો હાથ ઉગામીશ, અને મારા ઇસ્રાએલી લોકો મધ્યેથી હું તેનો નાશ કરીશ.
એટલું જ નહિ, મેં તેમને ખરાબ નિયમો પાળવા દીધા, અને એવી આજ્ઞાઓ ઉઠાવવા દીધી જેનાથી જીવન પ્રાપ્ત ન થાય.
આ લોકો જે ઈસુની વિરૂદ્ધ આવીને ભેગા મળ્યા છે જેથી તારી યોજના પૂર્ણ થઈ. તારા સાર્મથ્ય અને તારી ઈચ્છાથી તે બન્યું.
પરંતુ તે લોકોએ તો સત્યને ચાહવાનો અસ્વીકાર કર્યો, તેથી દેવે તેઓની તરફ તેઓને સત્યથી વેગળા દોરી જાય તેવું કઈક શક્તિશાળી મોકલ્યું છે. દેવ તેઓની તરફ તે તાકાત મોકલે છે જેથી કરીને જે સત્ય નથી તેનો જ તેઓ વિશ્વાસ કરે.
જો કોઈ ખરાબ કરવા લલચાય, તો તેણે એમ ન કહેવું જોઈએે કે, “દેવે મારું પરીક્ષણ કર્યુ છે.” કારણ કે દુષ્ટતાથી દેવનું કદાપિ પરીક્ષણ થતું નથી કારણ કે દેવ ખરાબ કરવા કોઈને પરીક્ષણમાં નાખતો નથી.