Home Bibles 2 શમએલ 23:16 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 23:16 · ગુજરાતી બાઇબલ

ત્યારે આ ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણીમાંથી પસાર થઈને કૂવામાંથી પાણી ખેંચ્યું અને દાઉદ પાસે લાવ્યાં. પણ દાઉદે તે પીવાની ના પાડી અને યહોવાની આગળ રેડી દીધું.

Cross references

ઊત્પત્તિ 35:14

યાકૂબે તે જગ્યા પર જયાં દેવે તેની સાથે વાત કરી હતી ત્યાં, એક સ્માંરકસ્તંભ ઊભો કર્યો અને તેના પર તેણે પેયાર્પણ અપીર્ અને તેલનો અભિષેક કર્યો.

ગણના 28:7

પેયાર્પણ તરીકે પા ગેલન દ્રાક્ષારસ દરેક હલવાન સાથે અર્પણ કરવો. તમાંરે તેને દેવને પેયાર્પણ તરીકે પવિત્ર જગ્યામાંની વેદી પર રેડી દેવો.

1 શમુએલ 7:6

આથી બધા ઇસ્રાએલીઓ મિસ્પાહમાં ભેગા થયા. તેમણે પાણી લીધું અને યહોવાની આગળ રેડ્યું, ને તે દિવસે તેમણે ઉપવાસ કર્યો, અને કહ્યું, “અમે યહોવા વિરુદ્ધ પાપો કર્યા છે.” શમુએલે મિસ્પાહમાં ઇસ્રાએલી લોકોના ન્યાયાધીશ તરીકે સેવા બજાવી.

1 શમુએલ 19:5

તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પેલા પલિસ્તીને માંર્યો હતો અને યહોવાએ ઇસ્રાએલને મોટો વિજય અપાવ્યો હતો એ જોઈને તમે પણ આનંદ પામ્યા હતા. તો પછી એક નિદોર્ષ માંણસને શા માંટે અન્યાય કરવો અને વગર કારણે શા માંટે દાઉદને માંરી નાખવો?”

2 શમએલ 23:9

દાઉદના ત્રણ શૂરવીર યોદ્ધાઓમાં બીજો દોદોનો પુત્ર આહોહીનો એલઆઝાર હતો. જે દાઉદ સાથેના ત્રણ શૂરવીરોમાંથી એક હતો, જ્યારે પલિસ્તાનીઓએ પડકાર કર્યો હતો. તેઓ લડાઇને સારું એકઠાં થયા હતા પણ ઇસ્રાએલીઓનું લશ્કર ભાગી ગયું હતું.

સભાશિક્ષક 4:12

એકલા માણસને હરકોઇ હરાવે, પણ બે જણ મળીને જીતી શકે છે; ત્રેવડી વણેલી દોરી સહેલાઇથી તૂટતી નથી.

યર્મિયાનો વિલાપ 2:19

તું રાત્રીના પ્રથમ પહોરે ઊઠી, મોટેથી પ્રાર્થના કર; અને યહોવા સમક્ષ પાણીની જેમ હૃદય ઠાલવ. ભૂખથી ચકલે ચકલે મૂર્ચ્છા પામતાં તારાં બાળકનો જીવ બચાવવા યહોવા આગળ-તારો હાથ તેની ભણી ઊંચા કર.

પ્રેરિતોનાં ક્રત્યો 20:24

હું મારા પોતાના જીવનની જરા પણ ચિંતા કરતો નથી. પણ ખૂબ મહત્વની વસ્તુ એ છે કે હું મારું કામ પૂર્ણ કરું. પ્રભુ ઈસુએ મને દેવની કૃપાની સુવાર્તા લોકોને કહેવાનું કાર્ય સોંપ્યુ છે તે પણ મારે પૂર્ણ કરવું છે.

રોમનોને પત્ર 5:7

બીજો કોઈ માણસ ગમે એટલો સારો હોય તો પણ એનું જીવન બચાવી લેવા કોઈ મરી જાય એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે. કોઈ માણસ બહુજ સારો હોય તો તેના માટે બીજો કોઈ માણસ કદાચ મરવા તૈયાર થઈ જાય.

2 કરિંથીઓને 5:14

ખ્રિસ્તનો પ્રેમ અમને અંકૂશમાં રાખે છે. શા માટે? કારણ કે અમે જાણીએ છીએ કે તે એક બધા માટે મૃત્યુ પામ્યો છે. તેથી જ બધા મૃત્યુ પામ્યા.

ફિલિપ્પીઓને પત્ર 2:17

તમારો વિશ્વાસ દેવની સેવામાં તેમારા જીવનનું અર્પણ આપવા તમને પ્રેરશે. તમારા અર્પણ (બલિદાન) સાથે કદાચ મારે મારા રક્તનું (મરણ) અર્પણ પણ આપવું પડે. પરંતુ જો તેમ થાય, તો મને આનંદ થશે અને તમ સર્વ સાથે હરખાઉં છું; અને તમારા બધાની સાથે તેમાં ભાગીદાર બનીશ.

Interlinear

Choose Theme