Home Bibles 2 શમએલ 22:47 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 22:47 · ગુજરાતી બાઇબલ

યહોવા જીવંત છે, હું ખડકની પ્રશંસા કરૂં છું. દેવ મહાન છે તે એક ખડક છે જે માંરું તારણ કરે છે.

Cross references

પુનર્નિયમ 32:39

હું જ એકલો દેવ છું. બીજો કોઇ દેવ નથી, શું તમે નથી જોતા? હું જ માંરું છું, ને હું જ જીવાડું છું, હું જ કરું છું ઘાયલ, ને હું જ કરૂં છું સાજા; તમને મુજ હાથમાંથી કોઇ છોડાવી શકે?

પુનર્નિયમ 32:40

હું માંરો હાથ આકાશ તરફ ઊંચો કરું છું. અને સમ ખાઉ છું કે હું સદાય જીવંત છું.

2 શમએલ 22:3

ઓ માંરા દેવ ખડક, હું એમની શરણ લઉં છું તે માંરી ઢાલ છે તથા માંરા તારણનું શિંગ; માંરો ઊંચો બુરજ તથા આશ્રય સ્થાન છે.

અયૂબ 19:25

હું જાણું છું કે મારો ઉધ્ધાર કરનાર કોઇ છે. હું જાણુ છું તે જીવે છે. અને આખરે તે અહીં પૃથ્વી પર ઊભો રહેશે અને મારો બચાવ કરશે.

ગીતશાસ્ત્ર 89:26

તે મને કહેશે; તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો, તમે મારા દેવ છો જે મને બચાવે છે.

ગીતશાસ્ત્ર 89:27

હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ; અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ.

લૂક 1:47

“મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે.

Interlinear

Choose Theme