Home Bibles 2 શમએલ 22:39 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 22:39 · ગુજરાતી બાઇબલ

મેં માંરા શત્રુઓનો નાશ કર્યો છે, મેં તેઓનો સંપૂર્ણ પણે નાશ કર્યો છે. તેઓ પાછા ઊભા થઇ શકશે નહિ, તેઓ અહીં માંરા પગ નીચે પડ્યાં છે.

Cross references

યહોશુઆ 10:24

જ્યારે આ રાજાઓને યહોશુઆ સમક્ષ લાવવામાં આવ્યા, બધા ઇસ્રાએલીઓને બોલાવાયા અને યહોશુઆએ તેના સૈન્યના અધિકારીઓને કહ્યું: “અહીં આવો અને તેમની ડોક પર તમાંરો પગ રાખો.” તેથી તેઓએ તેઓનાં પગ રાજાની ડોક પર મૂક્યા.

1 રાજઓ 5:17

રાજાની આજ્ઞા મુજબ ઘડેલા પથ્થરોથી મંદિરનો પાયો નાખવા માંટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતા હતા.

ગીતશાસ્ત્ર 18:37

હું મારા શત્રુઓને તેઓની પાછળ પડીને જરૂર પકડી પાડીશ; અને તેઓનો નાશ નહિ થાય ત્યાં સુધી પાછો ફરીશ નહિ.

ગીતશાસ્ત્ર 110:1

યહોવાએ મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી; હું તારા દુશ્મનોને હરાવું અને તેઓને તારી સમક્ષ નીચા નમાવું, ત્યાં સુધી તું મારી જમણી તરફ બેસ.”

ગીતશાસ્ત્ર 110:5

તારી રક્ષા માટે, તારી પાસે પ્રભુ તારા જમણા હાથે ઊભા છે; તે ધણા રાજાઓનો પોતાના ક્રોધને દિવસે નાશ કરશે.

ગીતશાસ્ત્ર 118:10

બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે, પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.

માલાખી 4:1

સૈન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, તે દિવસ આવી રહ્યો છે જ્યારે બધા અભિમાની અને દુષ્ટ લોકો તરણાંની જેમ સળગી જશે. તે દિવસે સૂકાં ઝાડની જેમ બળીને ખાખ થઇ જશે. તેમનું નામોનિશાન નહિ રહે.”

માલાખી 4:3

સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે તે દિવસે અધમ લોકોને તમારા પગ તળે છૂંદશો. હું આ પ્રમાણે કરીશ. તે દિવસે તેઓ તમારાં પગનાં તળિયાં નીચે રાખની જેમ રગદોળાશે.”

Interlinear

Choose Theme