2 શમએલ 20:4 · ગુજરાતી બાઇબલ
પછી રાજાએ અમાંસાને કહ્યું, “યહૂદાના માંણસોને લડવા માંટે ભેગા કર, અને ત્રણ દિવસમાં માંરી સમક્ષ પાછો હાજર થઈ જા.”
Cross references
2 શમએલ 17:25
અને આબ્શાલોમે યોઆબની જગાએ અમાંસાને લશ્કરનો સેનાપતિ નીમ્યો. અમાંસા યિર્થા ઇસ્રાએલીનો પુત્ર હતો. તેની માં ઇસ્રાએલી હતી અને તેનું નામ અબીગાઈલ હતું. તે નાહાશની પુત્રી અને યોઆબની માં સરૂયાની બહેન હતી.
2 શમએલ 19:13
અને અમાંસાને કહો કે, તમે માંરા સગા સંબંધી છો. હું તને યોઆબને સ્થાને લશ્કરનો સેનાપતિ નિયુકત કરું છું; જો ના નિયુકત કરું તો દેવ મને શિક્ષા કરો.”
2 શમએલ 19:14
આ રીતે તેણે યહૂદાના લોકોના સર્વ કોઈનાં હૃદય જીતી લીધાં અને તેઓએ સૌએ સાથે રાજાને સંદેશો મોકલ્યો કે, “આપ અને આપના બધા માંણસોએ પાછા આવવું જ જોઇશે.”
1 કાળવ્રત્તાંત 2:17
અબીગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાના પિતા ઇશ્માએલી યેથેર હતો.