અમને લાગે છે કે આપના ઉપર જેઓ પ્રેમ રાખે છે તેમને આપ ધિક્કારો છો, અને જેઓ આપને ધિક્કારે છે તેમના ઉપર આપ પ્રેમ રાખો છો. આપે એ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે સેનાપતિઓની અને લડાયકોની આપને કશી કિંમત નથી. હુ સ્પષ્ટ જોઉં છું કે જો આજ આબ્શાલોમ જીવતો હોત અને અમે બધા મરી ગયા હોત તો આપ રાજી થયા હોત.
Cross references
આથી યોઆબે રાજાની પાસે જઈને કહ્યું, “તમે આ શું કર્યુ! આબ્નેર તમાંરી પાસે આવ્યો હતો છતાં તમે તેને સુરક્ષા સાથે પાછો વિદાય શા માંટે કર્યો? તમે આબ્નેરને નથી ઓળખતાં?
શું દેવ કદી રાજાઓને કહે છે કે, ‘તમે નકામા છો’ અથવા રાજકુમારોને કે, ‘તમે દુષ્ટ છો?’
જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહે નહિ, જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે અવશ્ય નાશ પામશે.
પાઉલે કહ્યું, “ભાઈઓ, એ પ્રમુખ યાજક છે તે હું જાણતો નહોતો. તે ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે, કે ‘તમારે તમારા લોકોના અધિકારી વિષે ખરાબ બોલવું જોઈએ નહિ.’“