Home Bibles ☰ Books 2 શમએલ 19:40 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 19:40 · ગુજરાતી બાઇબલ

રાજા ગિલ્ગાલ ગયા અને કિમ્હામ રાજા સાથે ગયો.યહૂદાના બધા લોકો અને ઇસ્રાએલના અડધા લોકો પણ તેઓ સાથે ગયા અને નદી પાર આવ્યા.

Cross references

ઊત્પત્તિ 49:10

યહૂદા પરિવારના (પુરુષ) માંણસો રાજા થશે. તેના પરિવારનો રાજદંડ જ્યાંં સુધી વાસ્તવિક રાજા ન આવે ત્યાં સુધી જશે નહિ. પછી અનેક લોકો તેનું પાલન કરશે અને તેની સેવા કરશે.

2 શમએલ 19:11

દાઉદરાજાએ સાદોક અને આબ્યાથાર યાજકોને સંદેશો મોકલ્યો. “આમ કહેતો કે યહૂદાના આગેવાનો સાથે વાત કરી તેઓને કહો, રાજાને ફરીથી મહેલમાં લાવવામાં કુળસમૂહમાં તમે સૌથી છેલ્લા કેમ છો? સર્વ ઇસ્રાએલીઓ રાજાને ઘરે લાવવાની વાતો કરે છે.

માથ્થી 21:9

કેટલાક લોકો ઈસુની આગળ ચાલી રહ્યા હતા, કેટલાક ઈસુની પાછળ ચાલતા હતા. તેઓ પોકારતા હતા,“દાઉદના દીકરાને હોસાન્ના! ‘પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય છે. પરમ ઊચામાં હોસાન્ના.’ ગીતશાસ્ત્ર 118:26 આકાશમાં દેવનો મહિમા થાઓ!”

Interlinear

Choose Theme