Home Bibles 2 શમએલ 19:23 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 19:23 · ગુજરાતી બાઇબલ

પછી દાઉદે શિમઈ તરફ ફરીને પ્રતિજ્ઞા લીધી, “હું તને જીવનદાન આપું છું.” અને રાજાએ તેને સમ ખાઈને વચન આપ્યું.

Cross references

1 શમુએલ 11:13

પરંતુ શાઉલે કહ્યું, “આજે કોઈનો પ્રાણ લેવાનો નથી. કારણ, આજે યહોવાએ ઇસ્રાએલને વિજય અપાવ્યો છે.”

1 શમુએલ 28:10

ત્યારે શાઉલે તેની આગળ એવા સમ ખાધા કે, “હું તને યહોવાના સમ ખાઈને કહું છું કે, એ માંટે તને કોઈ સજા કે નુકસાન થશે નહિ.”

1 શમુએલ 30:15

દાઉદે તેને પૂછયું, “તું મને એ હુમલા-ખોરો પાસે લઈ જશે?” તે યુવાને ઉત્તર આપ્યો, “જો તમે મને દેવના સોગંદ ખાઈને વચન આપો કે તમે મને માંરી નહિ નાખો, અથવા માંરા ધણીને નહિ સોંપી દો, તો હું તમને ત્યાં લઈ જાઉં, “

2 શમએલ 16:10

પરંતુ રાજાએ અબીશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “ઓ સરૂયાના પુત્ર, તને શું થયું છે? જો તેઓને યહોવાએ કહ્યું હોય કે, ‘દાઉદને શાપ આપ,’ તો તમે એને પ્રશ્ર્ન કરવાવાળા કોણ છો? તું આમ શા માંટે કરે છે? અને કયા કારણથી?”

1 રાજઓ 2:8

“બાહૂરીમનો બિન્યામીની જાતિના ગેરાનો પુત્ર શિમઈ હજી તારી સાથે છે, હું માંહનાઈમ ગયો ત્યારે તેણે મને ભારે શાપ આપ્યો હતો, પણ યર્દન નદી આગળ મળવા આવ્યો હતો અને મેં તેને યહોવાને નામે સોગંદ ખાઈને વચન આપ્યું હતું કે, હું તેને માંરી તરવારથી માંરીશ નહિ.

1 રાજઓ 2:37

જે દિવસે તું શહેર છોડીને કિદ્રોનનું નાળું ઓળંગીશ તે દિવસે જરૂર તારું મોત થવાનું. અને તારા મોત માંટે તું જ જવાબદાર ગણાશે.”

1 રાજઓ 2:46

ત્યારબાદ યહોયાદાના પુત્ર બનાયાએ રાજાની આજ્ઞા પ્રમાંણે શિમઇને બહાર લઈ જઈને માંરી નાખ્યો. આમ, સુલેમાંનની સત્તા સ્થાપીત થઈ.

હિબ્રૂઓને પત્ર 6:16

માણસ પોતાના કરતાં મહાન વ્યક્તિના નામે શપથ લે છે. અને શપથથી સઘળી તકરારોનો અંત આવે છે.

Interlinear

Choose Theme