દાઉદના સૈન્ય આગળ ઇસ્રાએલના સૈન્યની હાર થઈ. આબ્શાલોમના માંણસો હારી ગયા. એ હાર એવી ભંયકર હતી કે તે દિવસે 20,000 માંણસોએ પોતાના પ્રાણ ગુમાંવ્યા.
Cross references
તે દિવસે બંને સૈન્યો વચ્ચે ઉગ્ર યુદ્ધ થયું, અને દાઉદના અમલદારોએ આબ્નેર અને ઇસ્રાએલીઓને હરાવ્યા.
આબ્નેરે યોઆબને બૂમ પાડીને કહ્યું, “શું આપણે હંમેશા લડતા રહી અને એકબીજાને માંરી નાખવાના છે? તમે જરુર જાણો છો કે આનો અંત દુ:ખમાં જ આવશે. આ લોકોને પોતાના ભાઈઓનો પીછો છોડી દેવાનું કહે.”
બિન્યામીનના કુળસમૂહમાંથી આબ્નેરના 360 માંણસોને દાઉદના અમલદારોએ માંરી નાંખ્યા હતાં.
રાજા પાસે ન્યાય મેળવવા આવતા એકેએક ઇસ્રાએલી સાથે આબ્શાલોમ આ રીતે વર્તતો અને એમ કરીને તેણે ઇસ્રાએલીઓનાં હૃદય જીતી લીધાં.
ત્યાર પછી ઇસ્રાએલના બાકીના બધા લોકો રાજા પાસે ગયા અને તેમને વિનંતી કરી, “અમાંરા ભાઈઓ યહૂદાના લોકોએ આપને છાનામાંના લઈ જઇને આપને, આપના પરિવારને અને આપનાં બધાં લશ્કરને શા માંટે નદી પાર લઇ આવ્યા?”
તેથી ઇસ્રાએલીઓ યહૂદાવાસીઓથી ભાગવા લાગ્યા, પણ દેવે તેમને યહૂદાવાસીઓના હાથમાં સોંપી દીધા.
ઇસ્રાએલનો રાજા પેકાહ જે રમાલ્યાનો પુત્ર હતો. તેણે એક જ દિવસમાં 1,20,000 શૂરવીર યોદ્ધાઓને કાપી નાખ્યા. કારણકે તેમણે તેમના પિતૃઓના દેવ યહોવાની અવજ્ઞા કરી હતી.
ખાતરી રાખજો દુષ્ટને સજા થયા વગર નહિ રહે, પણ સદાચારીઓનાં સંતાનો સજામાથી છટકી જશે.
મારા દીકરા, યહોવાથી અને રાજાથી ડરીને ચાલજે, બળવાખોરો સાથે કશો સંબંધ રાખીશ નહિ;