Home Bibles 2 શમએલ 18:32 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 18:32 · ગુજરાતી બાઇબલ

પદ્ધી રાજાએ તે કૂશીને કહ્યું “શું આબ્શાલોમ સુરક્ષિત નથી?”દોડનારે જવાબ આપ્યો, “આપના બધા દુશ્મનોના અને આપની સામે બળવો પોકારનાર એ આ મૅંણસ જેવા થાઓ.”

Cross references

ન્યાયાધીશો 5:31

આમ, ઓ યહોવા, તમાંરા સર્વ શત્રુઓ નાશ પામો, પરંતુ તારા ભકતો ઊગતા પ્રખર સૂર્યની જેમ ઝળહળી ઊઠો, ત્યારબાદ 40 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.

1 શમુએલ 25:26

અને, માંરા માંલિક, યહોવાએ જ આપને ખૂનરેજીથી અને પોતાને હાથે વેરનો બદલો લેવાથી રોકયા છે. હું યહોવાના અને આપના સમ ખાઈને કહું છું કે આપના દુશ્મનો અને આપનું ભૂંડું ઇચ્છનારાઓના હાલ નાબાલ જેવા થશે.

2 શમએલ 18:29

રાજાએ પૂછયું, “જુવાન આબ્શાલોમ સુરક્ષિત તો છે ને?”અહીમાંઆસે જવાબ આપ્યો, “યોઆબે મને મોકલ્યો ત્યારે ત્યાં ખૂબ લડાઇ અને ભાગદોડ થતી હતી, પણ પદ્ધી શું થયું એની મને ખબર નથી.”

ગીતશાસ્ત્ર 68:1

હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ; તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.

ગીતશાસ્ત્ર 109:20

જેઓ મારા શત્રુ છે, અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે; તેઓને આ યહોવા તરફની શિક્ષા છે.

દારિયેલ 4:16

એનું મન માણસનું મટીને પશુનું થઇ જાઓ અને આમ સાત વર્ષ વીતી જવા દો!

દારિયેલ 4:19

પછી દાનિયેલ ઉફેર્ બેલ્ટશાસ્સાર ક્ષણભર સ્તબ્ધ થઇ ગયો. તેના મનમાં જે વિચારો આવ્યા તેનાથી તે ભયભીત બની ગયો. પણ રાજાએ તેને કહ્યું, “બેલ્ટશાસ્સાર, સ્વપ્નથી કે, તેના અર્થથી તું ગભરાઇશ નહિ.”બેલ્ટશાસ્સારે કહ્યું, “મારા ધણી, એ સ્વપ્ન અને એનો અર્થ આપના વેરીને લાગુ પડો.

Interlinear

Choose Theme