Home Bibles 2 શમએલ 17:10 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 17:10 · ગુજરાતી બાઇબલ

ત્યાર પછી સિંહ જેવા બહાદુર માંણસો પણ નિરાશ થઇ જશે. અને હાર માંની લેશે. કારણ આખું ઇસ્રાએલ જાણે છે કે તારા પિતા શૂરવીર યોદ્ધા છે અને તેના માંણસો પણ.

Cross references

ઊત્પત્તિ 49:9

યહૂદા યુવાન સિંહ છે, તે ખૂન કરીને આવ્યો છે, તે સિંહની જેમ થાક ખાવા બેઠો છે. એને છંછેડવા જેટલું બહાદુર કોઇ નથી?

નિર્ગમન 15:15

અદોમના સરદારો તે સમયે ભયભીત થયા, મોઆબના શક્તિશાળી અને પરાક્રમી પુરુષો ધ્રૂજે છે; એ બધાં કનાનવાસીઓ પણ હિંમત હારે; માંથાં પર ભયના ઓળા ભારે ઊતરતાં જોઈ,

ગણના 24:8

દેવ તેઓને મિસરમાંથી લઈ આવ્યા તે જ રાની બળદના શીંગડાની જેમ તેમનું રક્ષણ કરે છે. તેઓ સિંહ જેવા છે; પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને તે ખાઈ જશે; તે તેઓનાં હાડકાં ભાંગીને ચૂરા કરશે, અને તે અસંખ્ય તીરોથી તેઓને વીંધી નાખશે.

પુનર્નિયમ 1:28

આપણે કયાં જઈ રહ્યા છીએ? આપણા જ જાતિભાઈઓએ એમ કહી આપણામાં ખૂબ ભય ઉત્પન કર્યો છે કે, “ત્યાંના લોકો આપણા કરતાં કદમાં મોટાં અને શકિતશાળી છે, તેમનાં નગરો મોટાં છે અને તેના કોટ આકાશે અડે તેવા ઊચા છે અને અમે ત્યાં કદાવરો પણ જોયાં!”‘

યહોશુઆ 2:9

“મને ખબર છે કે યહોવાએ તમને આ દેશ આપી દીધો છે. અને અમે બધાં તમાંરાથી ડરી ગયાં છીએ, અને તમાંરા આવવાથી દેશના વતનીઓ થરથર ધ્રૂજી ગયા છે.

1 શમુએલ 16:18

તેમાંના એક સેવકે કહ્યું, “મેં બેથલેહેમના યશાઇના એક પુત્રને જોયો છે. તે વગાડવામાં કુશળ છે, ને બહાદુર અને બહુ કુશળ છે, તે દેખાવડો પણ છે અને યહોવા દેવ તેની સાથે છે.”

1 શમુએલ 18:17

પછી એક દિવસ શાઉલે દાઉદને કહ્યું, “આ માંરી મોટી પુત્રી મેરાબ છે એને હું તારી સાથે પરણાવું. જો તુંં યુદ્ધમાં બહાદુરી અને વફાદારીપૂર્વક માંરી સેવા બજાવતો હોય અને યહોવાની લડાઈઓ લડીને પોતાને સાચા સૈનિક તરીકે સાબિત કરી શકતો હોય,” શાઉલના મનમાં એમ કે, આ રીતે એ પલિસ્તીઓને હાથે માંર્યો જશે અને માંરે તેને માંરવો પડશે નહિ.

2 શમએલ 1:23

શાઉલ તથા યોનાથાન એક બીજાને ચાહતા હતા, ને એક બીજાના સાહચર્યમાં આનંદ માંણતા હતા. જીવનમાં અને મૃત્યુમાં તેઓ કદી વિખૂટા પડયા નહોતા; તેઓ ગરુડ કરતાં વેગવાન અને સિંહો કરતાં બળવાન હતા.

2 શમએલ 23:20

યહોયાદાનો પુત્ર કાબ્સએલનો બનાયા પણ શૂરવીર પુરુષ હતો અને તેણે અનેક શૂરવીર કાર્યો કર્યા હતા. તેણે મોઆબના અરીએલના બે બળવાન પુત્રોને માંરી નાખ્યા હતા, અને એક દિવસે જ્યારે બરફ પડતો હતો, તેણે એક ખાડામાં ઊતરીને એક સિંહને માંર્યો હતો.

નીતિવચનો 28:1

કોઇ પાછળ ન પડ્યું હોય તો પણ દુષ્ટ વ્યકિત ભાગે છે, પણ ભલી વ્યકિત તો સિંહની જેમ હિંમતવાન હોય છે.

સભાશિક્ષક 3:7

જુઓ, આ તો સુલેમાનની પાલખી છે; તેની સાથે છે ઇસ્રાએલી સૈન્યના સાઠ યોદ્ધાઓ

યશાયા 13:7

બધા લોકોના હાથ ખોટા થઇ જશે. તેમના હૃદય હારી જશે.

યશાયા 19:1

મિસર વિષે દેવવાણી: જુઓ, યહોવા વેગીલા વાદળ પર સવારી કરીને મિસર આવે છે, અને મિસરની મૂર્તિઓ તેને જોઇને ધ્રૂજવા માંડશે, અને મિસરની હિંમત જતી રહેશે.

હિબ્રૂઓને પત્ર 11:34

આ રીતે કેટલાક લોકોએ શક્તિશાળી અજ્ઞિને રોક્યો. કેટલાક તલવારની ધારથી બચ્યા, તો કેટલાકને નિર્બળતાઓ હતી જે તાકાતમાં પરિવર્તન થઈ. કેટલાકે લડાઈમાં શૂરવીરતા દાખવી અને દુશ્મનોના સૈન્યને ભગાડી મૂક્યા.

Interlinear

Choose Theme