Home Bibles 2 શમએલ 15:7 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 15:7 · ગુજરાતી બાઇબલ

ચાર વર્ષ પછીઆબ્શાલોમે રાજાને કહ્યું, “ઓ ધણી, મેં યહોવા આગળ એક પ્રતિજ્ઞા લીધી છે, તેથી મને હેબ્રોન જવા પરવાનગી આપો. માંરે માંરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી છે.

Cross references

1 શમુએલ 16:1

યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને માંટે તું કયાં સુધી શોક કર્યા કરીશ? મેં એને રાજા પદેથી ઉઠાડી મૂકયો છે. તારા શિંગડામાં તેલ ભરી લે અને જા. હું તને બેથલેહેમના યશાઇ પાસે મોકલું છું. કારણ કે, મેં તેના પુત્રોમાંથી એકને રાજા તરીકે પસંદ કર્યો છે.”

1 શમુએલ 16:13

શમુએલે તેલનું શીગડું લઈને તેનો તેના ભાઈઓના દેખતાં અભિષેક કર્યો. પછી યહોવાના આત્માંએ દાઉદમાં સંચાર કર્યો અને તે દિવસથી તેના ભેગો રહ્યો. શમુએલ પછી તેની જગ્યાએ પાછો ગયો.

2 શમએલ 13:24

આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું, “અત્યારે તો અમે ઘેટાંની ઊન કાતરી રહ્યાં છીએ, તેથી આપ આપના સેવકો સાથે પધારવાની કૃપા કરશો?”

2 શમએલ 13:38

આબ્શાલોમ ગશૂરના રાજા પાસે ત્રણ વર્ષ સુધી રહ્યો.

નીતિવચનો 21:27

દુષ્ટનો યજ્ઞ યહોવા ધિક્કારે છે, પછી જો ખોટા વિચારોથી યજ્ઞ કરે તો પૂછવું જ શું?

યશાયા 58:4

જુઓ, તમે ઉપવાસ કરો છો અને તે જ સમયે તમે લડો-ઝગડો અને એકબીજા સાથે હિંસક મારામારી કરો છો, પછી ઉપવાસ કરવાનો અર્થ શો? આ પ્રકારના ઉપવાસથી તમારો સાદ સ્વગેર્ નહિ પહોંચે.

માથ્થી 2:8

પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા. તેણે જ્ઞાની માણસોને કહયુ કે, “જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો. જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો. જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું.”

માથ્થી 23:13

“હે શાસ્ત્રીઓ અને ફરોશીઓ, તમને અફસોસ છે, તમે ઢોંગી છો, કારણ તમે આકાશના રાજ્યના દરવાજા લોકો માટે બંધ કરો છો. તમે પોતે આકાશના રાજ્યમાં પ્રવેશ કરતા નથી, અને જેઓ આકાશના રાજ્યમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે તેમને જવા દેતા નથી.

Interlinear

Choose Theme