Home Bibles ☰ Books 2 શમએલ 15:5 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 15:5 · ગુજરાતી બાઇબલ

અને જો કોઈ માંણસ આબ્શાલોમ પાસે એને પ્રણામ કરવા આવે તો આબ્શાલોમ તેનો હાથ લંબાવી તે વ્યકિતને બાથમાં લઈ અને તેને ચુંબન કરતો.

Cross references

2 શમએલ 14:33

આબ્શાલોમે જે કહ્યું હતું તે યોઆબે જઈને રાજાને કહ્યું; રાજાએ આબ્શાલોમને તેડાવ્યો, તેણે જઈને ભોંય પર પડીને લાંબા થઈને રાજાને પ્રણામ કર્યા અને દાઉદે આબ્શાલોમને ચુંબન કર્યુ અને ભેટી પડયો.

ગીતશાસ્ત્ર 10:9

જેમ સિંહ ગુફામાં છુપાઇને ગુપ્ત જગામાં ભરાઇ રહે છે; અને જેમ શિકારી શિકારને ફસાવે છે તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.

ગીતશાસ્ત્ર 55:21

તેના શબ્દો છે માખણ જેવાં સુંવાળા,પણ તેનું હૃદય યુદ્ધનાં વિચારોથી ભરેલુ છે. શબ્દો તેલ કરતાય વધુ નરમ છે, પણ તે શબ્દો છરીની જેમ કાપે છે.

નીતિવચનો 26:25

જ્યારે તે મીઠી મીઠી વાતો કરે ત્યારે વિશ્વાસ ન કરવો, કારણ, તેના હૃદયમાં ઘણી દુષ્ટ યોજનાઓ હોય છે.

Interlinear

Choose Theme