Home Bibles 2 શમએલ 14:30 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 14:30 · ગુજરાતી બાઇબલ

ત્યારે આબ્શાલોમે પોતાના નોકરોને મોકલ્યા, “અને તેઓને જઈને આબ્શાલોમના ખેતરની પાસે આવેલા યોઆબના જવના ખેતરને બાળી નાખવાનું કહ્યું.”આથી આબ્શાલોમના નોકરોએ ખેતરોને બાળી નાખ્યાં.

Cross references

ન્યાયાધીશો 15:4

આથી તેણે ત્રણસો શિયાળો અને મશાલો લીધી. અને બે શિયાળોની પૂંછડી એક બીજા સાથે બાંધી અને દરેકની વચમાં એક મશાલ ખોસી દીધી

ન્યાયાધીશો 15:5

પછી તેણે મશાલો સળગાવી અને શિયાળોને પલિસ્તીઓના અનાજના કોઠાર તથા ખેતરો સળગાવી મૂકવા છૂટાં મૂકી દીધાં. તેઓએ જૈતૂનની અને દ્રાક્ષની વાડીઓ પણ બાળી મૂકી.

2 શમએલ 13:28

આબ્શાલોમે પોતાના માંણસોને કહ્યું, “બરાબર ધ્યાન રાખજો, આમ્નોન દાક્ષારસની મસ્તીમાં આવી જાય અને હું એમ કહું કે, આમ્નોનને પૂરો કરો, ત્યારે તેને માંરી નાખવો. ડરશો નહિ, હુકમ કરનાર હું છું. હિંમત રાખજો અને બહાદુરીથી કામ લેજો.”

1 રાજઓ 21:9

તેણીએ પત્રમાં લખ્યું કે, “ઉપવાસ કરવાનું શરૂ કરો અને નાબોથને બધા લોકોની સામે બેસાડો.

2 રાજઓ 9:33

એટલે તે બોલ્યો, “તેણીને નીચે ફેકી દો.”તેથી તે લોકોએ તેણીને નીચે ફેંકી દીધી, તેના લોહીંનાં છાંટા થોડા ભીંત પર અને થોડા ઘોડાઓ પર પડ્યા જેમણે તેને કચડીને મારી નાખી હતી.

2 રાજઓ 10:6

ત્યારે યેહૂએ તેમને બીજો પત્ર લખ્યો અને જણાવ્યું, “જો તમે મારે પક્ષે હો, અને મારું કહ્યું કરવા તૈયાર હો, તો આવતી કાલે આ વખતે તમારા રાજાના પુત્રોનાં માથા લઈને યિઝએલમાં મારી સમક્ષ હાજર થઈ જાઓ.” રાજાના 70 રાજકુમારો શહેરના મુખ્ય માણસોનાં હવાલામાં હતાં જેઓ તેમની સુખાકારી માટે જવાબદાર હતાં.

Interlinear

Choose Theme