Home Bibles 2 શમએલ 14:24 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 14:24 · ગુજરાતી બાઇબલ

પણ રાજાએ કહ્યું, “તે પોતાના નિવાસસ્થાને રહેવા જાય, તે અહીં ન આવે. હું તેને જોવા માંગતો નથી.” તેથી આબ્શાલોમ તેના ઘેર ગયો અને રાજાને મળ્યો નહિ.

Cross references

ઊત્પત્તિ 43:3

પણ યહૂદાએ કહ્યું, “તે પ્રદેશના શાસનકર્તાએ અમને સખત ચેતવણી આપીને કહ્યું છે કે, ‘તમાંરો ભાઈ સાથે હશે તો જ તમે મને મળી શકશો.’

નિર્ગમન 10:28

પછી ફારુને મૂસાને કહ્યું, “માંરી પાસેથી દૂર હઠ, હું નથી ઈચ્છતો કે તું ફરીવાર અહીં આવે. એમ છતાં જો તું મને મળવા આવીશ તો માંર્યો જઈશ, ખબરદાર! મને ફરી મોઢું બતાવ્યું તો! અને જો બતાવ્યું તો તે જ દિવસે મૂઓ જાણજે.”

2 શમએલ 3:13

દાઉદે કહ્યું, “એમ કરવામાં મને કોઇ સમસ્યા નથી. હું તારી સાથે કરાર કરીશ, પણ એક શરતે કે, તું જ્યારે મને મળવા આવે ત્યારે તારે માંરી પત્ની શાઉલની પુત્રી મીખાલ તારી સાથે આવે.”

2 શમએલ 14:28

આબ્શાલોમ યરૂશાલેમ આવ્યો, તેને બે વર્ષ થઈ ગયા, પણ તે કદી રાજા આગળ ગયો નહિ.

પ્રકટીકરણ 22:4

તેઓ તેનો ચહેરો જોશે દેવનું નામ તેઓના કપાળો પર લખેલું હશે.

Interlinear

Choose Theme