સમગ્ર વાતને જુદું રૂપ આપવા માંટે જ તેણે આમ કર્યું હતું. માંરા દેવ, આપ તો દેવના દૂત જેવા જ્ઞાની છો અને પૃથ્વી પર શું થઈ રહ્યું છે તે બધુંય આપ જાણો છો.”
Cross references
દેવને ખબર છે કે, “જો તમે એ વૃક્ષનાં ફળો ખાશો તો તમને ખરાખોટાની સમજ પડશે અને તમે દેવ જેવા થઈ જશો.”
પણ આખીશે કહ્યું, “માંરી નજરમાં તું દેવે મોકલેલા દૂત જેવો છે, હું જાણું છું કે તું સારો મૅંણસ છે. પણ પલિસ્તી સૈનિકના સેનાપતિઓ કહે છે ‘દાઉદ આપણી સાથે યદ્ધમાં ન આવવો જોઈએ.’
દાઉદે ફરીથી યહોવાને પૂછયું એટલે તેમણે જવાબ આપ્યો, “તેમના ઉપર સામેથી હુમલો કરીશ નહિ, તું ચકરાવો માંર્યા પછી તેમના ઉપર પાછળથી શેતુરની ઝાડી નજીક હુમલો કરજે.
તેથી મેં માંરી જાતને કહ્યું કારણ, આપ તો દેવના દૂત જેવા છો, તમને સરખી સમજ શકિત છે. અને સારાસારનો વિવેક કરી શકો છો, અને યહોવા આપની સાથે છે.”
મેં જો આબ્શાલોમને માંર્યો હોત તો રાજાને તેની ખબર પડી હોત અને તમે પોતે જ માંરી વિરુદ્ધ થઇ ગયા હોત. માંરા ઉપર આરોપ મૂકવામાં તમે પહેલા હોત.”
પરંતુ પછી માંરો સેવક જ તમને મળવા આવ્યો, અને તમને માંરા વિષે દુષ્ટ વાતો કરી છે. હું જાણું છું કે તમે દેવદૂત જેવા છો, આપને યોગ્ય લાગે તેમ કરો.
હું અને માંરા પિતાનું આખું કુટુંબ આપ નામદારના હાથે મૃત્યુદંડને પાત્ર હતા, પરંતુ આપે આ સેવકને આપની સાથે પોતાની મેજ પર ભોજન લેનારાઓ સાથે બેસાડીને માંન આપ્યું છે. તેથી હું તમને કઈ રીતે ફરિયાદ કરી શકું?”
હું કોઇનો પક્ષ નહિ લઉં, હું કોઇની પ્રશંસા નહિ કરું.
અયૂબ, તું કદી સમુદ્રના ઉદ્ગમસ્થાનના ઊંડાણમાં ગયો છે ખરો? તું ક્યારેય મહાસાગરની સપાટી પર ચાલ્યો છે?
જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેમનો તે દ્વેષ કરે છે; અને ખુશામત કરનાર વ્યકિતને લોકો નકારે છે.
જે માણસ પોતાના પડોશીના ખોટા વખાણ કરે છે તે તેને ફસાવવા જાળ પાથરે છે.
હવે હું મૂર્તિઓને ઘરેલા નૈંવેદ વિષે લખીશ આપણે જાણીએ છીએ કે, “આપણા બધા પાસે જ્ઞાન છે.” “જ્ઞાન” તમને અભિમાનથી ચકચૂર કરી દે છે. પરંતુ તમારો પ્રેમ બીજાને શક્તિશાળી બનાવવામાં મદદકર્તા છે.