2 શમએલ 14:18 · ગુજરાતી બાઇબલ
એટલે રાજાએ તે સ્ત્રીને કહ્યું, “હું તને એક વાત પૂછું છું તેનો સાચો જવાબ આપજે.”સ્ત્રીએ કહ્યું, “માંરા ધણી, માંરા રાજા કૃપા કરી પૂછો.”
Cross references
1 શમુએલ 3:17
એલીએ પૂછયું, “યહોવાએ તને શું કહ્યું છે? તે માંરાથી છુપાવીશ નહિ; તેમણે તને જે જે કહ્યું તેમાંથી કંઈપણ જો તું માંરાથી છુપાવે તો દેવ તને એવું ને એ કરતાં પણ વધારે કરો.”
ચર્મિયા 38:14
પછી રાજા સિદકિયાએ પ્રબોધક યમિર્યાને યહોવાના મંદિરમાં ત્રીજા દરવાજે તેડાવી મંગાવ્યો અને તેને કહ્યું, “મારે તને એક વાત પૂછવી છે; મારાથી કશું છુપાવીશ નહિ.”
ચર્મિયા 38:25
જો અમલદારોને ખબર પડે કે, હું તારી સાથે વાત કરતો હતો તો આપણે શું ચર્ચા કરી છે તે જાણવા માટે તેઓ તને મારી નાખવાની ધમકી પણ આપે.