Home Bibles ☰ Books 2 શમએલ 12:17 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 12:17 · ગુજરાતી બાઇબલ

તેના દરબારીઓએ તેને ભોંય ઉપરથી બેઠો કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઊઠયો નહિ; અને તેમની સાથે તેણે ભોજન પણ લીધું નહિ.

Cross references

ઊત્પત્તિ 37:35

અને એના બધા પુત્ર-પુત્રીઓએ તેને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો; પણ તે શાંત થયો નહિ અને તેણે કહ્યું, “માંરા મરવાના દિવસ સુધી હું શોક કર્યા કરીશ.” આમ તેના પિતાએ વિલાપ કર્યો.

1 શમુએલ 28:23

પણ તેણે ના પાડી અને કહ્યું, “માંરે ખાવું નથી.”પણ પેલી સ્ત્રીએ અને અમલદારોએ પણ આગ્રહ કર્યો, એટલે છેવટે તે માંની ગયો, અને ભોંય ઉપરથી ઉઠીને ખાટલા ઉપર બેઠો.

2 શમએલ 3:35

તે દિવસે દાઉદે કંઇજ ખાધું નહિ, લોકોએ તેમને ખાવા માંટે વિનંતી કરી પરંતુ દાઉદે એક ખાસ સમ લીધા, “જો હું સૂર્યાસ્ત પહેલા રોટલી કે કાંઇપણ ખાઉં તો દેવ મને સજા કરે અને ઘણા દુ:ખ આપે.”

Interlinear

Choose Theme