Home Bibles ☰ Books 2 શમએલ 10:18 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 10:18 · ગુજરાતી બાઇબલ

પરંતુ ઇસ્રાએલીઓએ તેમને ભગાડી મૂકયા. દાઉદે 700 રથ હાંકનારને અને 40,000 ઘોડેસ્વાર સૈનિકોનો સંહાર કર્યો, અને તેમના સેનાપતિ શોબાખને ગંભીરપણે ઘાયલ કર્યો અને તે રણભૂમિમાં જ અવસાન પામ્યો.

Cross references

ન્યાયાધીશો 4:2

તેથી યહોવાની ઇચ્છાપ્રમાંણે ઈસ્રાએલીઓને હાસોરમાં રાજ કરનાર કનાની રાજા યાબીનના હાથે પરાજીત કરાયા હતાં. તેના સૈન્યના સેનાપતિનું નામ સીસરો હતું જે હરોશેથ હગોઈમમાં રહેતો હતો.

ન્યાયાધીશો 4:22

જ્યારે સીસરાને શોધતો શોધતો બારાક ત્યાં આવ્યો ત્યારે યાએલે આવીને તેને કહ્યું, “આવો, તમે જે માંણસને શોધો છો તે હું બતાવું.” તે તેની સાથે તંબુમાં ગયો અને ત્યાં તંબુનો ખીલ્લો જોયો જે સીસરાના માંથામાં હતો અને તે મૃત પડયો હતો.

ન્યાયાધીશો 5:26

તેણે હાથ લંબાવીને તંબુનો ખીલો લીધો, અને જમણે હાથે તેણે કારીગરનો હથોડો ઉપાડયો, પછી સીસરાના માંથામાં તે આરપાર ઠોકી દીધો.

2 શમએલ 8:4

દાઉદે તેની પાસેથી 1ણ 700 ઘોડેસ્વાર સૈનિકો અને 20,000 પાયદળના સૈનિકોને કબજે કર્યા. દાઉદે 100 ઘોડાઓ રાખ્યા અને બાકીનાને લંગડા કરી દીધા.

1 કાળવ્રત્તાંત 19:18

અરામીઓ ફરીથી ઇસ્રાએલીઓ આગળથી નાસવા લાગ્યા. દાઉદે અરામના 7,000 સૈનિકો અને 40,000 બીજા સૈનિકોને મારી નાખ્યા. અરામના સૈન્યના સેનાપતિ શોફાખને પણ તેણે મારી નાખ્યો.

ગીતશાસ્ત્ર 18:38

હું તેઓને એવા વીંધી નાખીશ કે તેઓ ફરી ઊભા નહિ થઇ શકે. તેઓ મારા પગે પડશે.

ગીતશાસ્ત્ર 46:11

સૈન્યોના યહોવા આપણી સાથે છે, યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.

ગીતશાસ્ત્ર 68:2

તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે; તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.

Interlinear

Choose Theme