Home Bibles ☰ Books 2 પિતરનો પત્ર 3:8 · ગુજરાતી બાઇબલ
2 પિતરનો પત્ર 3:8 · ગુજરાતી બાઇબલ

પરંતુ મારા પ્રિય મિત્રો, આ એક વાત ન ભૂલશો કે પ્રભુની નજરમાં એક દિવસ એક હજાર વરસો બરાબર છે, અને એક હજાર વરસો એક દિવસ બરાબર છે.

Cross references

ગીતશાસ્ત્ર 90:4

કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વષોર્ વીતી ગયેલી કાલના જેવાં છે! અને રાતના એક પહોર જેવાં છે!

રોમનોને પત્ર 11:25

ભાઈઓ તથા બહેનો, આ રહસ્યમય સત્ય હું તમને સમજાવવા માગું છું. હું ઈચ્છું છું કે આ સત્ય તમને સમજવા માટે સહાયરૂપ થશે કે તમે સર્વજ્ઞ નથી. તે સત્ય આ છે: ઈસ્રાએલના એક ભાગને હઠીલો બનાવવામાં આવ્યો છે. પરંતુ પુરતા પ્રમાણમાં બિનયહૂદિઓ જ્યારે દેવના શરણે આવશે ત્યારે એ સ્થિતિ પણ બદલાશે.

1 કરિંથીઓને 10:1

ભાઈઓ અને બહેનો, આપણા પૂર્વજો કે જે મૂસાને અનુસરેલા તેઓને સાથે શું બન્યું હતું, તે તમે જાણો તેમ હું ઈચ્છું છું. તેઓ બધા એક વાદળ નીચે હતા અને તેઓ દરિયો પસાર કરી ગયા.

1 કરિંથીઓને 12:1

હવે ભાઈઓ અને બહેનો, તમારી પાસે આત્મિક દાનો અંગે સમજ હોય તેમ હું ઈચ્છું છું.

Interlinear

Choose Theme