Home Bibles 2 પિતરનો પત્ર 2:1 · ગુજરાતી બાઇબલ
2 પિતરનો પત્ર 2:1 · ગુજરાતી બાઇબલ

ભૂતકાળમાં દેવના લોકો વચ્ચે ખોટા પ્રબોધકો ઊભા થયા હતા. અત્યારે પણ એવું જ છે. તમારા સમૂહમાં કેટલાએક જૂઠાં ઉપદેશકો છે. તેઓ જે વસ્તુ ખોટી છે તેનો ઉપદેશ આપશે કે જેનાથી લોકો ખોવાઇ જાય. આ ખોટા ઉપદેશકો એ રીતે ઉપદેશ આપશે કે જેથી તેઓ ખોટા છે તે શોધવું તમારા માટે મુશ્કેલ બની જશે. તેઓ સ્વામી (ઈસુ) કે જેના દ્ધારા તેઓને સ્વતંત્રતા મળી છે, તેનો પણ સ્વીકાર કરવાનો નકાર કરશે. અને આથી તેઓ પોતાની જાતે ઉતાવળે નાશ વહોરી લેશે.

Cross references

પુનર્નિયમ 13:1

“તમાંરા કોઈ પ્રબોધક કે સ્વપ્નદૃષ્ટા તમાંરી પાસે આવશે અને કોઈ અદૃભુત ઘટના કે ચમત્કારની આગાહી કરીને તમે કદીયે પૂજયા ના હોય એવા પારકા દેવોની પૂજા કરવાનું કહેવાનો દાવો કરનાર છે.

પુનર્નિયમ 32:6

ઓ મૂર્ખ લોકો! જરા તો વિચારો, શું તમે યહોવાને આ બદબો આપો છો? એ શું તે તમાંરા પિતા નથી, જેણે તમને જન્મ દીધો? અરે! એણે જ તમને સજર્યા, સ્થાપ્યા અને દૃડ કર્યાં.

1 રાજઓ 18:19

પરંતુ બઆલના 450 પ્રબોધકો અને અશેરાહના 400 પ્રબોધકો છે જેઓને ઇઝેબેલનો ટેકો છે. તેઓને કામેર્લ પર્વત પર ભેગા કરો.”

1 રાજઓ 22:6

આથી ઇસ્રાએલના રાજાએ 400 પ્રબોધકોને બોલાવીને ભેગા કર્યા. અને તેમને પૂછયું, “માંરે રામોથ-ગિલયાદ પર હુમલો કરવો કે રાહ જોવી?”તેમણે કહ્યું, “હુમલો કરો, યહોવા તેને રાજાના હાથમાં સુપ્રત કરશે.”

નહેમ્યા 6:12

પછી મને ખ્યાલ આવ્યો કે દેવે તેને મોકલ્યો ન હતો પણ ટોબીયાએ અને સાન્બાલ્લાટે એને મારી વિરૂદ્ધ ભવિષ્યવાણી કરવા મહેનતાણું આપીને રોક્યો.

યશાયા 9:15

વડીલો અને સન્માનનીય પુરુષો તે માથું અને ખોટો ઉપદેશ કરનાર પ્રબોધકો તે પૂંછડી છે.

યશાયા 56:10

કારણ કે ઇસ્રાએલના બધાં ચોકીદારો સર્વ આંધળા છે અને કંઇ જાણતા નથી; તેઓ મૂંગા કૂતરા છે કે જે ભસતા નથી, તેના જેવા છે. તેઓ જમીન પર લાંબા થઇને સૂઇ રહેવાનું, આરામ કરવાનું તથા સ્વપ્નો જોવાનું પસંદ કરે છે.

ચર્મિયા 14:13

પણ મેં કહ્યું, “અરે મારા પ્રભુ યહોવા, અહીયાં પ્રબોધકો તો તેમને એમ કહે છે કે, ‘તમારે યુદ્ધ જોવું નહિ પડે કે દુકાળ વેઠવો નહિ પડે. આ દેશમાં સદા શાંતિ અને સલામતી રહેશે.”‘

ચર્મિયા 23:16

સૈન્યોનો દેવ યહોવા કહે છે, “મારા લોકોને મારી આ ચેતવણી છે. જ્યારે આ જૂઠા પ્રબોધકો તમને પ્રબોધ કરે છે અને તમને જૂઠી આશાઓ આપે ત્યારે તમે સાંભળશો નહિ. તેઓ ધડમાથા વગરની વાતો કરે છે, તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતાં.

ચર્મિયા 23:25

તેઓ કહે છે, “ગઇ રાત્રે યહોવા તરફથી મને એક સ્વપ્નદર્શન થયું. તે સાંભળો, ‘અને પછી તેઓ મારા નામે જૂઠી વાતો કરે છે.’

ચર્મિયા 27:14

તેણે કહ્યું છે, “‘પ્રબોધકોની વાત ના સાંભળશો, જેઓએ તમને કહ્યું છે કે, તમારે બાબિલના રાજાની સેવા ન કરવી, કારણ કે તેઓ જૂઠા છે.

ચર્મિયા 28:15

ત્યારબાદ યમિર્યાએ પ્રબોધકને કહ્યું, “સાંભળ હનાન્યા, યહોવાએ તને મોકલ્યો નથી, અને તારે કારણે આ લોકો જૂઠાણામાં માને છે,

ચર્મિયા 29:8

હું ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા, તમને કહું છું કે, “તમારામાંના પ્રબોધકોથી કે જોશીઓથી છેતરાશો નહિ, તેઓનાં સ્વપ્નો પર ધ્યાન આપશો નહિ,

ચર્મિયા 29:31

“બધા લોકોને જેમનો દેશ નિકાલ કર્યો છે એમને આ સંદેશો મોકલજે: નેહેલામીના શમાયા વિષે યહોવા આ પ્રમાણે કહે છે: ‘શમાયાએ મારા મોકલ્યા વગર તમને વાણી સંભળાવી છે અને તમે બધાં તેના જૂઠાણાને માનવા લાગ્યા છો.

ચર્મિયા 37:19

જે પ્રબોધકોએ તમને કહ્યું હતું કે, ‘બાબિલનો રાજા તમારા પર કે તમારા દેશ પર હુમલો નહિ કરે, તેઓ ક્યાં ગયા?’

યર્મિયાનો વિલાપ 2:14

તમારા પ્રબોધકોએ કહ્યું કે તેમને સંદર્શન થયું હતું પણ તેઓ જુઠું બોલી રહ્યા છે અને તને છેતરે છે, અને તને તારા અપરાધો વિષે ન કહીને તેણે તને સુધરવાની તક જ નહોતી આપી.

યર્મિયાનો વિલાપ 13:3

‘યહોવા મારા માલિકના આ વચન સાંભળો: એ દુષ્ટ પ્રબોધકોનો અંત આવી ગયો છે! તેઓ પોતાના દુષ્ટ આત્મા વડે જ પ્રેરણા મેળવે છે, તેઓ કોઇ સંદર્શન જોતા નથી.

હોશિયા 9:8

પ્રબોધક તો દેવે નીમેલો ઇસ્રાએલનો રખેવાળ છે, તેમ છતાં હું જ્યાં જ્યાં જાઉં છું, ત્યાં ત્યાં તેના માર્ગમાં તમે જાળ પાથરો છો. દેવના મંદિરમાં પણ તમે તેમના પ્રત્યે તમારી ઘૃણા દેખાડો છો.

મીખાહ 2:11

જો કોઇ અપ્રામાણિકતા અને અસત્યની પ્રકૃતિવાળી વ્યકિત એમ કહેતી આવે કે, “હું તમને પુષ્કળ દ્રાસારસ અને મધ વિષે ઉપદેશ આપીશ,” તો તે આ લોકોનો જ પ્રબોધક હશે.”

મીખાહ 3:5

હે જૂઠા પ્રબોધકો, તમે યહોવાના લોકોને ખોટા માગેર્ લઇ જાઓ છો.તમને ખોરાક આપે તેઓને તમે શાંતિ થાઓ એમ કહો છો અને જેઓ નથી આપતા તેઓને તમે ધમકાવો છો. તમારા માટે દેવનો આ સંદેશો છે.

મીખાહ 3:11

તેના આગેવાન નેતાઓ લાંચ લઇને ન્યાય કરે છે. ને તેના યાજકો પગાર લઇને બોધ કરે છે અને તેના પ્રબોધકો પૈસા લઇને ભવિષ્ય ભાખે છે. એમ છતાં પણ તેઓ યહોવા પર આધાર રાખે છે, અને કહે છે, “શું યહોવા આપણી પાસે નથી? આપણા પર કોઇ આફત આવશે નહિ.”

ઝખાર્યા 13:3

એ પછી જો કોઇ પ્રબોધકની જેમ વર્તશે તો તેને જન્મ આપનારા તેના માબાપ તેને કહેશે કે, તને જીવવાનો અધિકાર નથી, કારણ, ‘તું યહોવાને નામે જૂઠું બોલે છે.’ અને પ્રબોધક તરીકે વર્તવા માટે તેને જન્મ આપનારા તેના માબાપ જ તેને વીંધી નાખશે.

માલાખી 3:5

સૈન્યોનો દેવ યહોવા કહે છે,”ત્યાર પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ, અને જાદુગરો તેમજ વ્યભિચારીઓને તથા જૂઠા સોગંદ ખાનારાઓની વિરુદ્ધ, મજૂર પર તેની મજૂરીના સંબંધમાં, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, અને વિદેશીઓના હક્ક પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ.

માથ્થી 7:15

“જૂઠા પ્રબોધકોથી સાવધાન રહો. તેઓ તમારી પાસે ઘેટાંના વેશમાં આવે છે. પણ તેઓ વરુંઓ જેવા ભયંકર હોય છે.

માથ્થી 10:33

પરંતુ જ્યારે કોઈ માણસ બીજા લોકોની સામે મારામાં તેના વિશ્વાસને કબૂલ ન કરે, તો તેનો હું નકાર કરીશ. અને હું આકાશમાંના બાપની સમક્ષ તે મારો છે એવું જાહેર કરીશ નહિ.

માથ્થી 24:5

ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે અને કહેશે, ‘હું જ ખ્રિસ્ત છું.’ અને તેઓ ઘણા લોકોને છેતરશે.

માથ્થી 24:11

અનેક જૂઠા પ્રબોધકો નીકળી પડશે અને તેઓ ઘણાને આડે માર્ગે દોરી જશે.

માથ્થી 24:24

કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊભા થશે. અને એવા અદભૂત ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો દેવના પસંદ કરેલા લોકોને પણ તેઓ ભુલાવશે.

માર્ક 13:22

જૂઠા ખ્રિસ્તો અને જૂઠા પ્રબોધકો આવશે અને મહાન કામો અને અદભૂત ચમત્કારો કરશે. તેઓ આ કામો દેવે પસંદ કરેલા લોકો આગળ કરશે, જો શક્ય હશે તો તેઓ આ કામો કરીને તેના લોકોને છેતરવાનો પ્રયત્ન કરશે.

લૂક 6:26

“જ્યારે બધાજ લોકો તમારું સારું કહેશે ત્યારે તમને અફસોસ છે કારણ કે તેઓના બાપદાદાઓ પણ હંમેશા જૂઠા પ્રબોધકો માટે આવી જ પ્રસંશા કરતા હતા.

લૂક 12:9

પણ જો કોઈ વ્યક્તિ લોકો આગળ ઊભો રહીને જાહેર કરે કે તેને મારામાં વિશ્વાસ નથી પછી હું કહીશ કે તે વ્યક્તિ મારી નથી. હું આ દેવના દૂતોની આગળ કહીશ.

લૂક 21:8

ઈસુએ કહ્યું, “સાવધાન રહો! કોઈ તમને મુર્ખ ન બનાવે. ઘણા લોકો મારા નામે આવશે, તેઓ કહેશે, ‘હું ખ્રિસ્ત છું’ અને ‘ખરો સમય આવ્યો છે!’ પણ તમે તેઓને અનુસરશો નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 3:13

ના! દેવે જ તે કર્યું છે! તે ઈબ્રાહિમનો, ઈસહાકનો તથા યાકૂબનો દેવ છે. તે આપણા બધા પૂર્વજોનો દેવ છે. તેણે તેના વિશિષ્ટ સેવક ઈસુને મહિમા આપ્યો છે. પણ તમે ઈસુને મારી નાખવા સુપ્રત કર્યો, પિલાતે ઈસુને છોડી મૂકવાનો નિર્ણય કર્યો હતો. પણ તમે પિલાતને કહ્યું કે તમારે ઈસુની જરુંર નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 20:28

તમારી જાત માટે તથા દેવ જે બધા લોકો તમને આપ્યા છે તેઓને માટે સાવધાન રહો. પવિત્ર આત્માએ આ ઘેટાં જેવા ટોળાની (દેવનાં લોકો) કાળજી રાખવાનું કામ તમને સોંપ્યું છે. તમારે દેવની મંડળી માટે ભરવાડો જેવા બનવું જોઈએ. આ તે મંડળી છે જે દેવે તેના પોતાના લોહીથી ખરીદી છે.

રોમનોને પત્ર 16:18

એવા લોકો આપણા પ્રભુ ખ્રિસ્તની સેવા કરતા નથી. તેઓ ખ્રિસ્તને માનતા નથી. તેઓ તો ફક્ત પોતાની જાતને મઝા પડે એવાં કામો કરતા ફરે છે. જે સીધા-સાદા લોકો ભૂંડું કે પાપ વિષે કશું જાણતા નથી, એમનાં સરળ અને ભોળાં મનને ભરમાવવા તેઓ મીઠી-મીઠી કાલ્પનિક વાતો કરે છે.

1 કરિંથીઓને 6:20

દેવ દ્વારા તમારું મૂલ્ય ચુકવવામાં આવ્યું છે. તેથી તમારા શરીર દ્વારા દેવને મહિમા આપો.

1 કરિંથીઓને 7:23

મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે તેથી મનુષ્યોના ગુલામો ન બનો.

1 કરિંથીઓને 11:19

તમારામાં મતભેદ હોય તે જરુંરી પણ છે. જેથી કરીને ખરેખર તમે જે કરી રહ્યા છો તે સ્પષ્ટ થઈ શકે.

2 કરિંથીઓને 11:13

આ લોકો સાચા પ્રેરિતો નથી. તેઓ અસત્ય બોલનાર કાર્યકરો છે. અને તેઓ તેમના પોતામાં પરિવર્તન લાવે છે, કે જેથી લોકો માને કે તેઓ ખ્રિસ્તના પ્રેરિતો છે.

ગલાતીઓને પત્ર 2:4

ખ્રિસ્ત ઈસુ તરફથી અમારી જે સ્વતંત્રતા હતી તે વિષે શોધી કાઢવા જાસૂસની જેમ તેઓ ઘૂસી ગયા હતા.

Interlinear

Choose Theme