2 રાજઓ 9:31 · ગુજરાતી બાઇબલ
જેવો યેહૂ નગરના દરવાજે પહોચ્યો કે તરત જ તે બોલી, “ઓ ખૂની, તું તો તારા ધણીનો ખૂની છે! તું અહીં શાંતિ થી આવ્યો છે?”
Cross references
1 રાજઓ 16:9
તેના એક અમલદાર, અડધી રથસેનાના નાયક ઝિમ્રીએ તેની વિરુદ્ધ બંડ કર્યું. તિર્સાહમાં રાજાએ કેફી પીણું પીધું અને આર્સાના ઘરમાં ભાન ભૂલી ગયો. જે આર્સા તિર્સાહના મહેલમાં ઉપરી હતો.
1 રાજઓ 16:10
ઝિમ્રી ત્યાં આવ્યો અને એલાહને ત્યાં માંરી નાખ્યો અને પછી રાજા બન્યો. આ યહૂદાના રાજા આસાના અમલના સત્તાવીસમાં વર્ષ દરમ્યાન બન્યું.
1 રાજઓ 16:18
જયારે ઝિમ્રીએ જોયું કે શહેર દુશ્મનને હાથ ગયું છે, એટલે તેણે રાજમહેલમાં જઈને આખા મહેલને આગ લગાડી અને તે મરી ગયો.