2 રાજઓ 6:7 · ગુજરાતી બાઇબલ
પછી તેણે કહ્યું, “ઉપાડી લે.” અને પેલા માંણસે હાથ લંબાવીને તે ઉપાડી લીધી.
Cross references
નિર્ગમન 4:4
પરંતુ યહોવાએ મૂસાને કહ્યું, “આગળ જા, અને સાપની પૂંછડી પકડી લે.”જ્યારે મૂસાએ તેમ કર્યુ તો, હાથમાં સાપ ફરી પાછી લાકડી બની ગઈ.
2 રાજઓ 4:7
પછી સ્રીએ જઈને દેવના માંણસને આ વાત જણાવી એટલે દેવના માંણસે તેને કહ્યું, “તું જઈને એ તેલ વેચીને તારું દેવું ભરપાઈ કરી દેજે, અને જે નાણાં બાકી રહે તે તારા બાળકો માંટે રાખી લેજે.”
2 રાજઓ 4:36
પછી પ્રબોધકે ગેહઝીનને બૂમ પાડી અને કહ્યું, “શૂનેમની સ્ત્રીને બોલાવ.” એટલે તેણે તેણીને બોલાવી. તે આવી એટલે એલિશાએ તેને કહ્યું, “લે આ તારો પુત્ર.”
લૂક 7:15
પછી તે મૃત્યુ પામેલો માણસ બેઠો થયો અને વાતો કરવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 9:41
પિતરે તેનો હાથ લંબાવ્યો અને તેને ઊભા થવામાં મદદ કરી. પછી તેણે વિશ્વાસીઓ અને વિધવાઓને અંદર ઓરડામાં બોલાવ્યા. તેણે તેઓને ટબીથા બતાવી; તે જીવતી હતી!