Home Bibles ☰ Books 2 રાજઓ 6:2 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 6:2 · ગુજરાતી બાઇબલ

માંટે અમે યર્દન જઈએ અને દરેક જણ એક એક મોટું લાકડું લઈ આવીએ અને રહેવા માંટે નિવાસ બાંધીએ.”એલિશાએ કહ્યું, “જાઓ.”

Cross references

યોહાન 21:3

સિમોન પિતરે કહ્યું, “હું માછલા પકડવા બહાર જાઉં છું.”બીજા શિષ્યોએ કહ્યું, “અમે તારી સાથે આવીશું.” પછી બધા જ શિષ્યો બહાર ગયા અને હોડીમાં બેઠા. તેઓએ તે રાત્રે માછલા પકડવા પ્રયત્ન કર્યો પણ કંઈ હાથ આવ્યું નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 18:3

પાઉલની જેમ તેઓ તંબૂ બનાવવાનું કામ કરતા હતા. પાઉલ તેઓની સાથે રહ્યો અને તેઓની સાથે કામ કર્યુ.

પ્રેરિતોનાં ક્રત્યો 20:34

તમે જાણો છો કે મેં તારી તથા મારી સાથે જે લોકો, તેમની જરૂરિયાત પૂરી પાડવા માટે મારી જાતે જે મહેનત કરી છે.

1 કરિંથીઓને 9:6

બાર્નાબાસ અને હું જ ફક્ત એવા છીએ કે જેમણે આજીવિકા કમાવા માટે કશુંક કામ કરવું પડે.

1 થેસ્સલોનિકીઓને 2:9

ભાઈઓ અને બહેનો, તમને યાદ છે કે રાત અને દિવસ અમે કેટલો કઠોર પરિશ્રમ કર્યો હતો. જ્યારે અમે દેવની સુવાર્તા તમને આપતા હતા ત્યારે તમારી પાસેથી વળતર લઈને તમને અમે બોજારૂપ બનવા નહોતા ઈચ્છતા.

2 થેસ્સલોનિકીઓને 3:8

અને જ્યારે અમે અન્ય લોકોનું અન્ન આરોગ્યું હતુ ત્યારે અમે હમેશા તેનું મૂલ્ય ચૂકવ્યું હતું. તમારા કોઈ માટે અમે બોજારુંપ ન બનીએ તેથી અમે ઘણું કામ કર્યુ હતું. અમે રાત દિવસ કામ કર્યુ હતું.

1 તિમોથીને 6:6

એ સાચું છે કે દેવની સેવા-ભક્તિ માણસને ખૂબ ધનવાન બનાવે છે. જો તેને પોતાની વસ્તુઓથી સંતોષ હોય તો.

Interlinear

Choose Theme