Home Bibles 2 રાજઓ 6:14 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 6:14 · ગુજરાતી બાઇબલ

એટલે તેણે એક મોટી ટુકડી રથો અને ઘોડાઓ સાથે ત્યાં મોકલી અને તેમણે રાતે પહોંચી જઈ શહેરને ઘેરી લીધું.

Cross references

1 શમુએલ 23:26

શાઉલ અને તેના મૅંણસો ડુંગરની એક બાજુએ હતા. દાઉદ અને તેના મૅંણસો બીજી બાજુએ હતાં. દાઉદ અને તેના મૅંણસો શાઉલથી ઝટપટ ભાગી છૂટવાનો પ્રયત્ન કરતા હતા, અને શાઉલ અને તેના મૅંણસો તેમને આંતરી લઈને પઢડી લેવાની અણી ઉપર હતા.

1 શમુએલ 24:2

એટલે શાઉલે સર્વ ઇસ્રાએલમાંથી 3,000 માંણસોને પસંદ કર્યા અને તેમની સાથે દાઉદ અને તેના માંણસોને શોધવા જંગલી બકરાંના ખડક પર ગયા.

2 રાજઓ 1:9

ત્યાર પછી રાજાએ પચાસ સૈનિકોના એક નાયકને તેની ટુકડી સાથે એલિયા પાસે મોકલ્યો. તે જયારે ત્યાં પહોંચ્યો ત્યારે તેમણે તેને એક ટેકરીની ટોચે બેઠેલો જોયો. પેલા નાયકે તેને કહ્યું કે, “હે દેવના માંણસ, રાજાએ તને નીચે આવવાની આજ્ઞા કરી છે.”

2 રાજઓ 18:17

લાખીશથી આશ્શૂરના રાજાએ સેનાપતિઓને, અને તેના મહત્વના અમલદારોને વિશાળ લશ્કર સાથે યરૂશાલેમ મોકલ્યા. અને તેમણે યરૂશાલેમ પહોંચીને ધોબીઘાટને ઘોરી માર્ગ પર આવેલા ઉપલા તળાવના ગરનાળા આગળ પડાવ નાખ્યો,

માથ્થી 26:47

યહૂદાએ લોકોને આ માણસ ઈસુ લાકડીઓ હતી.

માથ્થી 26:55

પછી ઈસુએ બધા લોકોને કહ્યું, “તમે તલવારો અને લાકડીઓ લઈને હું અપરાધી હોઉં તે રીતે મને પકડવા આવ્યો છો? હું હંમેશા મંદિરમાં બેસીને બોધ આપતો હતો. તમે ત્યાં મને પકડ્યો નહિ.

યોહાન 18:3

તેથી યહૂદા સૈનિકોના સમૂહને બાગ તરફ દોરી ગયો. યહૂદા મુખ્ય યાજકો તથા ફરોશીઓ પાસેથી સિપાઈઓને લઈને આવ્યો. તેઓ મશાલો, ફાનસો અને શસ્ત્રો લઈને આવ્યા હતા.

Interlinear

Choose Theme