ત્યારે નામાંન બોલ્યો, “આપ ના જ પાડો છો તો આ સેવકને બે ખચ્ચર માંટી આપો, કારણ, હું હવે યહોવા સિવાય બીજા કોઈ દેવને દહનાર્પણ કે યજ્ઞો ચડાવવાનો નથી.
Cross references
“માંરા માંટે તમે લોકો એક માંટીની વેદી બનાવજો, અને તેના પર તમાંરાં ઘેટાંબકરાં અને ઢોરોમાંથી મને દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવજો. અને જે સર્વ જગાએ હું માંરું નામ સ્થાપીશ, ત્યાં હું તમાંરી પાસે આવીશ અને તમને આશીર્વાદ આપીશ.
દમસ્કની નદીઓ અબાનાહ અને ફાર્પાર ઇસ્રાએલની બીજી નદીઓ કરતાં વધારે સારી નથી? તેમાં સ્નાન કરીને હું રોગમુકત ન થઈ શકું? આમ તે પાછો ફરીને ગુસ્સામાં ચાલ્યો ગયો.
તું તે લોકોને સત્ય બતાવ. લોકો અંધકારમાંથી અજવાળામાં પાછા ફરશે. પછી તેઓ શેતાનની સત્તામાંથી પાછા ફરી દેવ તરફ પાછા ફરશે. પછી તેઓના પાપ માફ કરવામાં આવશે. જે લોકો મારામાં વિશ્વાસ રાખીને પવિત્ર થયા છે તેઓ તેમાં ભાગીદાર થશે.”‘
વિશ્વાસમાં જે માણસ નબળો હોય તો તેનો તમે તમારી મંડળીમાં સ્વીકારવા માટે ઈન્કાર ન કરશો. અને એ વ્યક્તિના જુદા વિચારો વિષે એની સાથે દલીલબાજીમાં ન ઉતરશો.
અમે જ્યારે તમારી સાથે હતા ત્યારે જે સદભાવપૂર્વક તમે અમને સ્વીકાર્યો તે વિષે લોકો સર્વત્ર વાત કરે છે. તમે કેવી રીતે મૂર્તિપૂજા બંધ કરી જીવતા અને સાચા દેવની સેવા કરવા તરફ વળ્યા તે વિષે લોકો વાત કરે છે.
ભૂતકાળમાં અવિશ્વાસીઓ જે પસંદ કરે છે તેવા કાર્યો કરીને તમે તમારો ઘણો જ સમય વેડફી નાખ્યો. તમે વ્યભિચાર અને તમારી ઈચ્છા મુજબનાં દુષ્ટ કાર્યો કર્યા હતાં. તમે મદ્યપાન કરીને છકી ગયા હતા અને મોજશોખમાં અને મૂર્તિઓની પૂજા કરીને ખોટું કામ કર્યું હતું.