પેલી સ્રીએ ત્યાંથી જઈને બાળકો સાથે ઘરમાં જઈ બારણાં વાસી દીધાં, બાળકો જેમ જેમ તેને બરણીઓ આપતાં ગયાં તેમ તેમ તે તેમાં તેલ રેડતી ગઈ.
Cross references
આથી તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યુ; અને લાંબા સમય સુધી એલિયાને, તે સ્રીને અને તેના કુટુંબને ખાવાનું મળતું રહ્યું.
પણ નામાંન તો ગુસ્સે થઈને બબડતો બબડતો ચાલ્યો ગયો કે, “હું તો એમ ધારતો હતો કે, તે બહાર આવી માંરી પાસે ઊભો રહી, પોતાના દેવ યહોવાનું નામ લઈ, રોગવાળા ભાગ પર હાથ ફેરવી કોઢ મટાડી દેશે.
તને ધન્ય છે કારણ કે પ્રભુએ જે તને કહ્યું છે તે ચોક્કસ થશે જ એવું તું દઢ વિશ્વાસથી માને છે.”
નૂહે પણ દેવમાં વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી, ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યુ. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસો થયો.