યહૂદાના નગરોમાંથી તેણે બધા યાજકોને યરૂશાલેમમાં ભેગા કર્યા, અને ગેબાથી બેર-શેબા સુધી સર્વત્ર તેઓ જ્યાં જ્યાં અર્પણ સ્તંભ અને અર્પણ વેદીઓ હતી, તે બધાં તેણે ષ્ટ કર્યા. પછી તેણે નગરના શાસક યહોશુઆના દરવાજા પાસે આવેલા ઉચ્ચસ્થાનો તોડી નાખ્યા. જે મુખ્ય નગર દરવાજાની ડાબી બાજુએ હતો.
Cross references
એટલા માંટે એ જગ્યાનું નામ બે2-શેબા પાડયું કારણ કે ત્યાં બંને જણે સમ ખાધા હતા.
આ જગ્યાએથી ઈસહાક બેર-શેબા ગયો.
કફાર-આમ્મોની, ઓફની અને ગેબા, બધા મળીને ત્યાં બાર શહેરો અને તેમનાં નજીકના ખેતરો હતાં.
બિન્યામીનના કુળસમૂહના ભાગમાંથી તેમણે વંશજો સહિત ચાર શહેરો આપ્યા: ગિબયોન, ગેબા,
ઉત્તરે દાનથી માંડીને દક્ષિણે બેરશેબા પ્રદેશ સુધીના ઈસ્રાએલના સમગ્ર દેશમાંથી અને પૂર્વના ગિલયાદથી સર્વ લોકો મિસ્પાહ મુકામે યહોવા સમક્ષ એકત્ર થયાં.
પછી આસા રાજાએ સમગ્ર યહૂદામાં જાહેરાત કરી કે, દરેક સશકત પુરુષે ‘રામાં’નો નાશ કરવામાં મદદ કરવી અન તેનાં લાકડાં તથા પથ્થરો ઉઠાવી લાવવાં. રાજા આસાએ તે સાધનસામગ્રીનો ઉપયોગ બિન્યામીનનું નગર ગેબા અને મિસ્પાહ બાંધવા માંટે કર્યોં.
તેથી એલિયા ડરી ગયો, ને જીવ બચાવવા યહૂદામાં આવેલા બેર-શેબા નગરમાં દોડી ગયો, પછી તેણે પોતાના નોકરને ત્યાં છોડી દીધો.
બિન્યામીનના કુલસમૂહે યાજકોને બીજા તે નગરો તેમનાં ગૌચરો સાથે આપ્યાં હતા, જેમાં ગેબા, આલ્લેમેથ અને અનાથોથનો પણ સમાવેશ થાય છે.
તેઓ ખીણની પાર આવ્યા છે; ગેબામાં તેઓએ ઉતારો કર્યો છે; રામા થથરે છે, શાઉલનું ગિબયાહ નાસાનાસ કરે છે;
પણ બેથેલની શોધ ન કરો, ને ગિલ્ગાલમાં ન જશો, ને બેર-શેબા ન જાઓ; કારણકે ગિલ્ગાલના લોકોને બંદીવાસમાં લઇ જવામાં આવશે અને બેથેલ અતિશય દુ:ખમાં આવી પડશે.”
યરૂશાલેમની આસપાસનો સમગ્ર પ્રદેશ ઉત્તરમાં ગેબાના મેદાનથી તે દક્ષિણમાં રિમ્મોન સુધી સપાટ મેદાન થઇ જશે, પણ યરૂશાલેમ બિન્યામીનના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી જ્યાં પહેલાં એક દરવાજો હતો, અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષ ગૂંદવાના કૂંડાઓ સુધી, પોતાની જગ્યાએ ઊંચું જ રહેશે.