પણ તેમણે તેને એટલો બધો આગ્રહ કર્યો કે, આખરે કંટાળીને હા પાડી. આથી તેમણે પચાસ માંણસોને મોકલ્યા. તેમણે ત્રણ દિવસ સુધી શોધખોળ કરી પણ પત્તો ન લાગ્યો.
Cross references
પણ સાદોકના પુત્ર અહીમાંઆસે યોઆબને વિનંતી કરી અને “તેને વિનંતી કરવાનું ચાલું રાખ્યું, જે થવાનું હોય તે થાય માંરે કૂશીની પાછળ જવું જ છે અને રાજાને મળવું છે.”યોઆબે પૂછયું, “તારે શા માંટે જવું જોઈએ? તને કંઈ ઇનામ નહિ મળે.”
પછી એલિશા તેની સામે જ્યાં સુધી તે ક્ષોભ પામ્યો ત્યાં સુધી અનિમેષ ષ્ટિથી જોતો રહ્યો પછી દેવનો માણસ રડી પડયો.
હું તમને કહું છું કે તમે એના મિત્ર હોવા છતાં કદાચ તે ન ઊઠે, પણ તમારા સતત આગ્રહને કારણે તે અવશ્ય ઊઠશે અને તમને જરૂરી બધું જ આપશે.
યહૂદિઓ વિષે હું આ કહી શકું છું કે: તેઓ દેવને અનુસરવાનો ખરેખર પ્રયત્ન કરે છે. પરંતુ સાચો માર્ગ તેઓ જાણતા નથી.
હનોખે પણ દેવ પર વિશ્વાસ રાખ્યો, તેથી તે મરણનો અનુભવ કરે તે પહેલા દેવે તેને પૃથ્વી પરથી લઈ લીધો. તેથી તે મારણનો અનુભવ કરી શક્યો નહિ. શાસ્ત્રમાં લખ્યું છે કે હનોખ મનુષ્ય હતો, ત્યારે તેણે ખરેખર દેવને પ્રસન્ન કર્યો હતો. તે એકાએક અદશ્ય થઈ ગયો કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો.