Home Bibles ☰ Books 2 રાજઓ 17:40 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 17:40 · ગુજરાતી બાઇબલ

પણ ઇસ્રાએલીઓએ તે સાંભળ્યું નહિ ને અન્ય દેવોનું આહવાહન કરવાનું ચાલુ રાખ્યું.

Cross references

પુનર્નિયમ 4:28

તમે ત્યાં લાકડાની અને પથ્થરની બનાવેલી મૂર્તિઓ કે જે જોઈ શકતી નથી કે સાંભળી શકતી નથી અને ખાતી નથી કે સૂંઘતી પણ નથી, ને શ્વાસ પણ નથી લેતી, તેની સેવા પૂજા કરશો.

2 રાજઓ 17:8

તેઓ યહોવાએ હાંકી કાઢેલી પ્રજાના રિવાજો તથા ઇસ્રાએલના રાજાઓએ શરું કરેલા રિવાજો અનુસરવા લાગ્યા.

2 રાજઓ 17:12

યહોવાએ તેમને કહ્યું હતું કે, “આ તમારે કરવાનું જ નથી.” તેમ છતાં તેમણે મૂર્તિપૂજા શરૂ કરી.

2 રાજઓ 17:34

આજે પણ તે લોકોમાં આ જ રીત છે. યાકૂબ જે ઇસ્રાએલ કહેવાયો-ના વંશજોને યહોવાએ જે પ્રમાણે સૂચનાઓ આપી હતી તે પ્રમાણે, તેઓ યહોવાની ઉપાસના કરતાં નથી.

ચર્મિયા 13:23

હબસી કદી પોતાની ચામડી બદલી શકે? અથવા ચિત્તો પોતાના ટપકાં દૂર કરી શકે? તે જો શક્ય હોય તો જ ખોટું કરવાને ટેવાયેલી તું સત્કર્મ કરી શકે.

Interlinear

Choose Theme