Home Bibles 2 રાજઓ 16:17 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 16:17 · ગુજરાતી બાઇબલ

રાજા આહાઝે ખસતી ઘોડીઓની આડી પાટડીઓ કાઢી નાખી, અને તેમાથી કૂંડીઓ હટાવી દીધી, અને કાંસાના બળદો પર જ્યાં તેમને રાખી હતી ત્યાંથી ઉપાડીને પથ્થરની ઘોડી પર મૂકી દીધી.

Cross references

1 રાજઓ 7:23

પછી તેણે ગાળેલા કાંસામાંથી ‘સમુદ્ર’ નામનો હોજ બનાવ્યો, એનો આકાર ગોળાકાર હતો, અને તેનો વ્યાસ 10 હાથ હતો. તેની ઊંચાઇ 5 હાથ; તેનો પરિઘ 30 હાથનો હતો.

2 રાજઓ 25:13

બાબિલવાસીઓએ યહોવાના મંદિરમાંના કાંસાના થાંભલા, પૈડાવાળી ઘોડીઓ અને કાંસાનો સમુદ્ર તે બધું તેમણે ભાંગી નાખ્યું અને કાંસુ બાબિલ લઈ ગયા.

2 કાળવ્રત્તાંત 4:14

તેણે ઘોડીઓ બનાવી અને તેના ઉપર કટોરાઓ મૂક્યાં.

2 કાળવ્રત્તાંત 28:24

આહાઝે યહોવાના મંદિરમાં વાસણો ભાંગી નાખ્યા, અને યહોવાના મંદિરના બારણાં બંધ કરી યરૂશાલેમમાં શેરીએ શેરીએ બીજા દેવોની વેદી ચણાવી,

2 કાળવ્રત્તાંત 29:19

વળી રાજા આહાઝ ધર્મષ્ટ થઇ ગયો હતો ત્યારે તેણે હઠાવી દીધેલાં બધાં પૂજાના સાધનો અમે પાછા લાવી શુદ્ધ કર્યા છે, તે બધાં અત્યારે યહોવાની વેદી આગળ મૂકેલાં છે.”

ચર્મિયા 52:20

આ બધી વસ્તુઓ જે સુલેમાને બનાવડાવી હતી (બે સ્તંભો ‘સમુદ્ર’ નામે ઓળખાતો કાંસાનો હોજ, તેની નીચેના વીસ બળદો અને પૈડાંવાળી ઘોડી) તે બધી વજનમાં ખૂબ ભારે હતી.

Interlinear

Choose Theme