2 રાજઓ 15:11 · ગુજરાતી બાઇબલ
ઝખાર્યાના શાસનનાં બીજા બનાવો અને તેના વિજયો ઇસ્રાએલનાઁ રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
Cross references
1 રાજઓ 14:19
યરોબઆમના રાજયના બીજા પ્રસંગો, તેણે કયાં કયાં યુદ્ધો કર્યા, કેવી રીતે રાજય કર્યુ, ઇસ્રાએલી રાજાઓનાં કાળવૃત્તાંતમાં નોંધાયેલું છે.
2 રાજઓ 1:18
અહાઝયાના શાસન દરમ્યાન બનેલા બાકીના બનાવો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ વિષેના પુસ્તકમાં આલેખવામાં આવ્યાં છે.
2 રાજઓ 14:28
યરોબઆમના શાસનના બીજા બનાવો, તેણે મેળવેલા વિજયો અને તેના પરાક્રમો અને તેણે દમસ્ક અને હમાથ પર ઇસ્રાએલનો કબજો પાછો મેળવી આપ્યો એ બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં નોંધાયેલું છે.
2 રાજઓ 15:15
રાજા શાલ્લૂમ અને તેણે કરેલાં કૃત્યો, તેના વર્ણનો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.