તેમ છતાં ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતાં, અને લોકોએ ત્યાં ધૂપ ચડાવવાનું અને દહનાર્પણો ચાલુ રાખ્યા હતા.
Cross references
તેના પિતૃ દાઉદની જેમ યહોવાને જે ન્યાયી લાગ્યું તેમ કર્યું.
જો કે ઉચ્ચ સ્થાનોની સમાંધિઓનેે દૂર કરવામાં આવી નહોતી, તેમ છતાં આસા જીવનભર યહોવાને પૂરેપૂરો વફાદાર રહ્યો.
તે તેના પિતા આસાને પગલે ચાલ્યો અને તેના માંગેર્થી ચલિત થયો નહિ. તેણે યહોવાને જે સારું લાગ્યું તે કર્યું.
પણ તેણે મહત્વના સ્થાનકોનો, મહત્વની જગ્યાઓનો નાશ નહોતો કર્યો. અને લોકોએ ત્યાં બલિદાનો અર્પણ કરવાનું અને ધૂપ પેટાવવાનું ચાલુ રાખ્યું હતું.
તેણે પોતાના પિતા અમાસ્યાની જેમ યહોવાની દૃષ્ટિએ યોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. તે ભલો રાજા હતો.
પરંતુ અગત્યની જગ્યાના થાનકોને હજી દૂર કરવામાં આવ્યાં નહોતાં, અને લોકો હજી ત્યાં બલિદાનો અર્પણ કરતાં હતાં અને ધૂપ બાળતા હતાં. (તે એ વ્યકિત હતો જેણે યહોવાના મંદિરનો ઉપરનો દરવાજો બંધાવ્યો હતો.)
તેણે પોતાના પિતૃ દાઉદની જેમ યહોવાની દૃષ્ટિએ યોગ્ય એવું આચરણ કર્યુ.
તેણે ઉચ્ચસ્થાનો પરની સમાધિઓ દૂર કરી, અશેરાદેવીની મૂર્તિ કાપી નાખી અને મૂસાએ તૈયાર કરાવેલા કાંસાના સાપને તોડી ટુકડા કરી નાખ્યા, કારણ કે ત્યાં સુધી ઇસ્રાએલીઓ તેને બલિદાનો અર્પણ કરતા હતા, તેણે તેઓને કહ્યું; આ તો ફકત કાંસાનો ટૂકડો છે.
તેનું શાસન સારું હતું. તે તેના પિતૃ દાઉદને પગલે ચાલ્યો અને સંપૂર્ણ રીતે યહોવાને આધીન રહ્યો.
વળી તેણે યરૂશાલેમના લોકોને આજ્ઞા કરી કે તેઓ પોતાની ઉપજનો થોડો ભાગ યાજકો તથા લેવીઓ પાસે લાવે, જેથી તેઓ દેવના નિયમશાસ્ત્ર પ્રત્યે પોતાને સંપૂર્ણ સમય આપી શકે.
“હા! ઘણા સમય પહેલા તેં તારી ઝૂંસરી ભાંગી નાખી. અને દોરડાં જેણે તને તેની સાથે બાંધ્યો હતો તે તોડી નાખ્યા અને મને કહ્યું કે, ‘હું તારો ગુલામ નહિ થાઉં.’ અને દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા વૃક્ષની નીચે તે વારાંગનાની જેમ વર્તન કર્યું છે.