બીજે દિવસે દરવાજામાંથી બહાર આવીને લોકોને કહ્યું, “તમારો કોઈ દોષ નથી. એ તો હું છું કે જેણે મારા ધણીની સામે કાવતરું કરીને તેને મારી નાખ્યો; પણ આ બધાને કોણે મારી નાખ્યા?
Cross references
હવે હું તમાંરી સમક્ષ ઊભો છું. જો મે કઇ ખોટુ કર્યું હોય તો તમાંરે યહોવાને અને એના અભિષિકત રાજાને કહેવું. મે કોઇનો બળદ અથવા ગાધેડો લધો છે? મે કોઇને ઇજા પહોચાડી છે અથવા કોઇને વિશ્વાસઘાત કર્યોં છે? જો મે ઉપરની બાબતોમાંથી કઇ કર્યું હોય તો હું તેને ઠીક કરીશ. મે આંખો બૈંધ કરીને લાંચ લધી છે જેથી માંરા ગુન્હાની ઉપેક્ષા થાઓ?”
આ રીતે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂએ યોરામ સામે કાવત્રું કર્યું, દરમ્યાન યોરામ અને ઇસ્રાએલનું આખું લશ્કર અરામના રાજા હઝાએલ વિરૂદ્ધ રામોથ -ગિલયાદમાં ઇસ્રાએલનું રક્ષણ કરતાં હતા.
પણ યેહૂએ ધનુષ્ય ચડાવીને યોરામને બે ખભા વચ્ચે વીંધી નાખ્યો; બાણ તેના હૃદયને વીંધીને પાર નીકળી ગયું અને તે રથમાં જ ઢળી પડયો.
તેને ઇજા કરીને મારનાર લોકો શિમઆથનો પુત્ર યોઝાખાર અને શોમેરનો પુત્ર યહોઝાબાદ હતા.તેમણે તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવી દીધો અને તેના પુત્ર અમાસ્યાને તેની પછી રાજા બનાવવામાં આવ્યો.
દેવે કહ્યું કે, “હે યરૂશાલેમ તથા યહૂદાના લોકો તમે આ કિસ્સો સાંભળ્યો છે? તમે ન્યાય કરો!
યહોવાએ તેને કહ્યું, “તેનું નામ ‘યિઝએલ’ પાડ, કારણકે થોડા જ સમયમાં હું યેહૂના કુટુંબના માણસો પર બદલો લઇશ અને તેના વંશજોને યિઝએલ ખીણમાં તેણે જે રકતપાત કર્યો હતો તેના માટે સજા કરીશ.