તે દિવસોમાં યહોવાએ ઇસ્રાએલને નાનું બનાવવાની શરુઆત કરી. હઝાએલે તેમને તેમના પોતાનાજ પ્રદેશમાં હરાવીને તેમની ભૂમિ કબજે કરી.
Cross references
હઝાએલની તરવારથી જે કોઇ પણ છટકી ને ભાગી જશે યેહૂ તેને માંરી નાખશે, અને યેહૂની તરવારથી જે કોઇ પણ છટકીને ભાગી જશે તેને એલિશા માંરી નાખશે.
હઝાએલે પૂછયું, “સાહેબ, કેમ રડો છો?”એલિશાએ કહ્યું, “કારણ તમે ઇસ્રાએલીઓને જે જે નુકસાન કરવાના છો તેની મને ખબર છે: તમે તેમના કિલ્લાઓ બાળી મૂકશો, તેમના ચુનંદા યોદ્ધાઓની હત્યા કરશો, તેમનાં બાળકોને ભોંય પર પછાડશો, અને તેમની સગર્ભા સ્રીઓનાં પેટ ચીરી નાખશો.”
યહોઆહાઝના સમગ્ર રાજયશાસન દરમ્યાન અરામના રાજા હઝાએલે ઇસ્રાએલીઓ પર ત્રાસ ગુજાર્યો હતો.
ત્યાર પછી યોઆશે તેમને ત્રણ વખત પરાજય આપ્યો, અને જે શહેરો હઝાએલના પિતા બેનહદાદે તેના પિતા યહોઆહાઝ પાસેથી લઇ લીધાં હતાં તે પાછાં કબજે કર્યાં.
ઇસ્રાએલના દેવ યહોવાએ પોતાના સેવક ગાથ-હેફેરના પ્રબોધક આમિત્તાયના પુત્ર યૂના મારફતે ઉચ્ચારેલી વાણી પ્રમાણે યરોબઆમે હમાથના ઘાટથી તે મૃતસરોવર સુધીની ઇસ્રાએલની સરહદ પાછી મેળવી લીધી,