તમે આવું બધુ કર્યુ છે તેથી યહોવા એ કહ્યું છે, તું જે પથારીમાં પડયો છે એમાંથી ઊઠવાનો નથી. તું જરૂર મરી જશે.” ત્યાર પછી એલિયા ચાલ્યો ગયો.
Cross references
પરંતુ તમે સારાનરસાની સમજ આપનારાં વૃક્ષનાં ફળ તારે ખાવાં નહિ, જોે તું એ વૃક્ષનાં ફળ ખાઈશ તો તારું મૃત્યુ અવશ્ય તે જ દિવસે થશે.
પરંતુ સાપે સ્ત્રીને કહ્યું, “તમે મરશો નહિ.”
કારણ, યહોવાએ તેમને કહ્યું હતું કે યફૂન્નેહનો પુત્ર કાલેબ, અને નૂનના પુત્ર યહોશુઆ સિવાય બધા જ લોકો રણમાં મરણ પામશે. અને ખરેખર બધાજ મરણ પામ્યા. સિવાય કાલેબ અને યહોશુઆ.
અને એ જ કારણે તે તને અને ઇસ્રાએલીઓને સુદ્ધાં પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે, એટલું જ નહિ, પણ આવતી કાલે તું અને તારા પુત્રો અહીં માંરી સાથે હશોે.”
પછી અહિયાએ યરોબઆમની પત્નીને કહ્યું, “હવે તું તારે ઘેર જા. તું નગરમાં પહોંચશે તે જ સમયે છોકરો મૃત્યુ પામશે.
આથી એલિયા આહાબને મળવા નીકળી પડયો, તે સમયે સમરૂનમાં દુકાળ ઘણો વિષમ હતો.
તેમણે કહ્યું, “એક માંણસ અમને મળવા આવ્યો અને તેણે અમને કહ્યું કે, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જાઓ અને તેને કહો કે, ‘આ યહોવાના વચન છે; ઇસ્રાએલમાં કોઈ દેવ નથી કે, તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂબને જઈને પ્રશ્ર્ન કરો છો? આને કારણે તું જે પથારીમાં પડયો છે તેમાંથી ઊઠવાનો નથી, તું જરૂર મરી જશે.”‘
અને બોલ્યો, “આ યહોવાનાં વચન છે: કારણ કે ‘તેં એક્રોનના દેવ બઆલઝબૂબને પ્રશ્ર્ન કરવા સંદેશવાહકો મોકલ્યા હતા, તેથી તું હમણા જે પથારીમાં પડયો છે તેમાંથી ઊઠવાનો નથી, તું ચોક્કસપણે મરી જશે.”
એલિશાએ જવાબ આપ્યો, “જા અને તેને એમ કહે કે, ‘તું ચોક્કસ સાજો થશે પરંતુ યહોવાએ મને જણાવ્યું કે, તું જરૂર મરણ પામશે.”
આ સમય દરમ્યાન રાજા હિઝિક્યા મરણતોલ માંદગીમાં સપડાયો, ત્યારે આમોસના પુત્ર યશાયા પ્રબોધકે તેની મુલાકાતમાં રાજાને કહ્યું, ‘આ યહોવાનાં વચન છે, “તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા જે કરવી હોય તે કરી લે, મરણની તૈયારી કર, હવે તું સાજો થવાનો નથી.
જે નીતિમત્તાને ‘હા’ પાડે છે તે જીવશે; પણ જે ખરાબ વસ્તુઓનો પીછો કરે છે તે પોતાનું જ મોત આમંત્રે છે.
જ્યારે મુશ્કેલીઓ આવે છે, દુરાચારીનું પતન થાય છે પરંતુ ન્યાયી વ્યકિત પોતાના મૃત્યુમાં પણ આશા રાખે છે.
એકેએક જીવ મારો છે. પિતા અને પુત્ર બંને મારે માટે સરખા છે. જે માણસે પાપ કર્યું હશે તે જ મૃત્યુ પામશે.