Home Bibles 2 કરિંથીઓને 9:5 · ગુજરાતી બાઇબલ
2 કરિંથીઓને 9:5 · ગુજરાતી બાઇબલ

તેથી મેં વિચાર્યુ કે અમે આવીએ તે પહેલા આ ભાઈઓને જવાનું હું કહું. તમે જે દાન આપવાનું વચન આપ્યું છે તે તૈયાર રાખવાનું તેઓ પૂરું કરશે. તેથી જ્યારે અમે આવીએ ત્યારે ઉધરાણું તૈયાર હશે, અને તે એ અનુદાન હશે જે તમે આપવા ઈચ્છતા હતા; નહિ કે જે દાન આપવાનું તમે ધિક્કારતા હતા.

Cross references

ઊત્પત્તિ 33:11

તેથી હું વિનંતી કરું છું કે, જે ભેટો હું તમને આપું છું તેનો તમે સ્વીકાર કરો, દેવ માંરા પર ખૂબ દયાળું રહ્યાં છે અને માંરી પાસે મને જોઇતું બધું જ છે.” આમ તેણે એસાવને ભેટો સ્વીકારવા આજીજી કરી. તેથી એસાવે તે સ્વીકારી.

ન્યાયાધીશો 1:15

એટલે તેણે કહ્યું, “પિતાજી, તમે મને આશીર્વાદ આપો, તમે મને નેગેબનો સૂકો પ્રદેશ આપ્યો છે, તો મને જ્યાં પાણીનાં કુદરતી ઝરણા હોય એવી જમીન આપો,” તેથી કાલેબે તેને પ્રદેશના ઉપરનાં અને નીચેનાં પાણીના ઝરણાંઓ આપ્યાં.

1 શમુએલ 25:27

જે ભેટ આ દાસી લાવી છે તે આપના તાબા હેઠળના માંણસોને આપી દો.

1 શમુએલ 30:26

દાઉદ સિકલાગ પહોંચ્યા ત્યારે તેણે લૂંટનો થોડો ભાગ પોતાના મિત્રોને, યહૂદાના આગેવાનોને, આ સંદેશા સાથે મોકલી આપ્યો કે, “યહોવાના દુશ્મનો પાસેથી જે લૂટ મેં પાછી લીધી તેમાંથી તમને આ ભેટ મોકલી છે.”

2 રાજઓ 5:15

ત્યાર પછી તે પોતાના આખા રસાલા સાથે દેવભકત એલિશા પાસે પાછો જઈ તેમની સામે ઊભો રહીને બોલ્યો, “હવે મને ખાતરી થઈ કે; ઇસ્રાએલ સિવાય પૃથ્વી પર કયાંય દેવ નથી; હવે આપ આ સેવકની એક ભેટ સ્વીકારવાની કૃપા કરો.”

1 કરિંથીઓને 16:2

પ્રત્યેક સપ્તાહના પ્રથમ દિવસે તમારામાંની પ્રત્યેક વ્યક્તિએ તમારી આવકમાંથી શક્ય હોય તેટલા પૈસા બચાવવા જોઈએ. તમારે આ પૈસા કોઈ વિશિષ્ટ જગ્યાએ રાખવા જોઈએ જેથી હું આવું પછી તમારે તમારા પૈસા એકત્ર કરવાના ન રહે.

2 કરિંથીઓને 8:6

તેથી કૃપાના આ ભલાઈના વિશિષ્ટ કાર્યને પૂર્ણ કરવામાં તમને મદદરૂપ થવા અમે તિતસને કહ્યું. તિતસે જ સૌ પ્રથમ આ કાર્યનો પ્રારંભ કર્યો.

2 કરિંથીઓને 12:17

તમારા પ્રતિ મોકલેલા કોઈ પણ માણસોનો ઉપયોગ કરીને શું તમને છેતર્યા છે? ના! તમે જાણો છો મેં એમ નથી કર્યુ.

ફિલિપ્પીઓને પત્ર 4:17

મારે ખરેખર તમારા તરફથી દાન નથી જોઈતું. પરંતુ આપવાથી જે સારું થાય છે તે તમને મળો તેમ હું ઈચ્છુ છું.

Interlinear

Choose Theme