Home Bibles ☰ Books 2 કરિંથીઓને 11:8 · ગુજરાતી બાઇબલ
2 કરિંથીઓને 11:8 · ગુજરાતી બાઇબલ

મેં બીજી મંડળીઓ પાસેથી વળતર સ્વીકાર્યુ છે. મે તેમના નાણાં લીધા કે જેથી હું તમારી સેવા કરી શકું.

Cross references

2 કરિંથીઓને 11:9

જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મારે જે કોઈ વસ્તુ જોઈતી હતી, તો મેં તેનો તમારા પર કોઈ બોજો નાખ્યો ન હતો. મકદોનિયાથી આવેલા બંધુઓએ મારે જે જોઈતું હતું, તે બધુંજ મને આપ્યું. તમારા પર બોજારૂપ મેં મારી જાતને બનવા દીઘી નથી. અને હું કદી તમને બોજારૂપ બનીશ નહિ.

ફિલિપ્પીઓને પત્ર 4:14

પરંતુ જ્યારે મારે મુશ્કેલીઓ હતી ત્યારે તમે મને મદદ કરી તે ઘણું સારું છે.

ફિલિપ્પીઓને પત્ર 4:18

મારી પાસે જરૂર કરતાં પણ વધારે છે. મારે જરૂરી બધી વસ્તુઓ છે કારણ કે એપાફદિતસ તમે આપેલ દાન લાવ્યો હતો. તમારું દાન દેવને ઘરેલું મધુર મહેકતા અર્પણ જેવું છે. દેવે તે અર્પણ સ્વીકાર્યુ અને પ્રસન્ન થયો.

Interlinear

Choose Theme